Update: ટ્વીટર પર આવ્યું નોકરી માટેનું નવું ફિચર, માત્ર આ લોકોને થશે ફાયદો........
આ બધાની વચ્ચે કંપની ટ્વીટર પર એક નવું ફિચર એડ કરી રહી છે, જેનાથી નોકરી શોધનારાઓને મોટો ફાયદો થશે.
Twitter's New Feature Update: 5 જુલાઇએ મેટાએ પોતાની લેટેસ્ટ થ્રેડ્સ એપ લૉન્ચ કરી હતી. માત્ર 5 દિવસમાં આ એપે એવું કરી બતાવ્યું જેને જોઇને એલન મસ્ક પણ ચોંકી ગયા છે, અને આ કારણે હવે ટ્વીટર પર કેટલાય ફેરફારો કરવાનું શરૂ કરી દીધું છે જેથી યૂઝર્સ પ્લેટફોર્મ છોડીને બીજે ક્યાંય જતા ના રહે. થોડા સમય પહેલા કંપનીએ આ માહિતી શેર કરી હતી કે તે એડની આવકનો અમુક ભાગ ક્રિએટર્સની સાથે શેર કરશે. હાલમાં મસ્કએ ટ્વીટ રીડ કરવાની લિમીટ અને મૉનેટાઇઝેશન પૉલીસીમાં ફેરફાર કર્યો છે જેથી યૂઝર્સને વધુ લાભ મળી શકે.
આ બધાની વચ્ચે કંપની ટ્વીટર પર એક નવું ફિચર એડ કરી રહી છે, જેનાથી નોકરી શોધનારાઓને મોટો ફાયદો થશે. નવા ફિચર અંતર્ગત વેરિફાઈડ સંસ્થાઓ તેમના બાયૉમાં જૉબ લિસ્ટિંગ પૉસ્ટ કરી શકશે. જેઓ નોકરી શોધી રહ્યા છે તેઓ લિંક દ્વારા કંપનીની ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લઈને સીધા જ નોકરી માટે અરજી કરી શકે છે, એટલે કે એક રીતે ટ્વીટર LinkedIn જેવું કામ કરશે. કંપનીએ હજુ સુધી જૉબ પૉસ્ટિંગ ફિચરની ઓફિશિયલ જાહેરાત કરી નથી, પરંતુ કેટલીક વેરિફાઈડ સંસ્થાઓએ આ ફિચરનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે અને તેમના બાયૉમાં તેના હેઠળ નોકરીઓની યાદી આપી રહી છે. આ ઉપરાંત ટ્વીટરે એક ઓફિશિયલ @TwitterHiring એકાઉન્ટ પણ બનાવ્યું છે પરંતુ આ હેન્ડલ પરથી હજુ સુધી કોઈ માહિતી ટ્વીટ કરવામાં આવી નથી.
બાયૉમાં નાંખી શકો છો 5 જૉબ ઓપનિંગ -
નીમા ઓવજી નામની વ્યક્તિએ ટ્વીટર પર આ નવા ફિચરનો સ્ક્રીનશૉટ શેર કર્યો છે. સ્ક્રીનશૉટ મુજબ, આ સુવિધા ચેક કરાયેલી સંસ્થાઓને નોકરીઓ પૉસ્ટ કરવાની અને ખાલી જગ્યાઓ માટે પ્રતિભાશાળી લોકોને આકર્ષિત કરવાની મંજૂરી આપે છે. ચેક કરેલી સંસ્થાઓ તેમની પ્રૉફાઇલ પર વધુમાં વધુ 5 નોકરીની ખાલી જગ્યાઓ પૉસ્ટ કરી શકે છે. નીમા ઓવજીએ આગળ લખ્યું કે કંપની એટીએસ અથવા એક્સએમએલ ફીડ એડ કરીને તમામ નોકરીઓ આયાત કરવાની મંજૂરી આપશે. હાલમાં, આ સુવિધા ભારતમાં ઉપલબ્ધ નથી, પરંતુ લોકોને તે અન્ય દેશોમાં મળવાનું શરૂ થઈ ગયું છે.
જૉબ લિસ્ટિંગ માત્ર વેરિફાઈડ ઓર્ગેનાઈઝેશનનો એક ભાગ છે. આ માટે કંપનીઓએ અલગથી પૈસા ચૂકવવાની જરૂર નથી.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial