Twitter: ટ્વિટર બ્લૂ યુઝર્સને જલદી મળી શકે છે આ બે ફીચર, પ્રાઈવસી પહેલા કરતા વધુ સારી થશે
એલન મસ્ક ટ્વિટર એપને સુધારવા માટે સતત કામ કરી રહ્યા છે
![Twitter: ટ્વિટર બ્લૂ યુઝર્સને જલદી મળી શકે છે આ બે ફીચર, પ્રાઈવસી પહેલા કરતા વધુ સારી થશે Twitter: Twitter Blue users will soon be able to hide likes and subscriber figures Twitter: ટ્વિટર બ્લૂ યુઝર્સને જલદી મળી શકે છે આ બે ફીચર, પ્રાઈવસી પહેલા કરતા વધુ સારી થશે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/14/836fe95891110b93c6153f18a5464f37168930661384274_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Twitter Hide like feature: જ્યાં એક તરફ ટ્વિટરને થ્રેડથી જોરદાર સ્પર્ધા મળી રહી છે તો બીજી તરફ એલન મસ્ક ટ્વિટર એપને સુધારવા માટે સતત કામ કરી રહ્યા છે. ગયા અઠવાડિયે ટ્વિટરના સીઈઓ લિન્ડા યાકારિનોએ આ માહિતી શેર કરી હતી કે ફેબ્રુઆરી પછી સૌથી વધુ ટ્રાફિક ગયા અઠવાડિયે ટ્વિટર પર નોંધાયેલ છે. દરમિયાન, એક રિપોર્ટ અનુસાર, ટૂંક સમયમાં મસ્ક ટ્વિટર બ્લૂ યુઝર્સ માટે કેટલાક નવા ફીચર્સ રોલઆઉટ કરી શકે છે. ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર, મસ્ક ટ્વિટર બ્લૂ યુઝર્સને લાઈક ટાઈમલાઈનને હાઇડ અને સબસ્ક્રાઈબર લિસ્ટ છૂપાવવાનો વિકલ્પ આપી શકે છે.
UPDATE: The feature seems to be partially working - @Biertester has been able to hide his likes (tested on Desktop; seems not to be live on Mobile clients) pic.twitter.com/2x81TC5Orc
— T(w)itter Daily News (@TitterDaily) July 12, 2023
ટ્વિટર યુઝર @biertester એ આ માહિતી શેર કરી છે જેને ટ્વિટર ડેઈલી ન્યૂઝ દ્વારા ફરીથી પોસ્ટ કરવામાં આવી છે. ટ્વિટર યુઝર્સને લાઈક્સ ટાઈમલાઈન છૂપાવવાનો વિકલ્પ મળ્યો છે અને તેમની પ્રોફાઈલમાંથી તેમની લાઈક્સ હટાવી દીધી છે. હાલમાં, આ વિકલ્પ ફક્ત થોડા લોકો માટે જ ઉપલબ્ધ છે જેને કંપની આવનારા સમયમાં દરેક માટે રોલઆઉટ કરી શકે છે.
જ્યારથી મસ્કે ટ્વિટર ખરીદ્યું છે ત્યારથી તેમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. મસ્કે ફ્રી યુઝર્સ પાસેથી ઘણી સુવિધાઓ છીનવી લીધી છે અને તેને માત્ર બ્લૂ ટિક યુઝર્સ માટે મર્યાદિત કરી છે. તેમાં સૌથી મહત્વની ટેક્સ્ટ મેસેજ બેઝ્ડ 2FAની સુવિધા હતી.
Source : @biertester
— T(w)itter Daily News (@TitterDaily) July 12, 2023
માત્ર 5 દિવસમાં બનાવ્યો રેકોર્ડ
બીજી તરફ ટ્વિટરને થ્રેડ્સથી સખત સ્પર્ધા મળી રહી છે. માત્ર 5 દિવસમાં થ્રેડ્સે 100 મિલિયનનો યુઝરબેઝ મેળવ્યો હતો. જોકે તેનું એક કારણ એ પણ છે કે થ્રેડ્સ ઇન્સ્ટાગ્રામ સાથે લિંક છે. એટલે કે, ઇન્સ્ટાગ્રામ યુઝર્સ સરળતાથી થ્રેડ્સ પર લોગિન કરી શકે છે. દુનિયાભરમાં ઈન્સ્ટાગ્રામના 2 બિલિયનથી વધુ એક્ટિવ યુઝર્સ છે.
મસ્કે તેમની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કંપની xAI લોન્ચ કરી છે. આ અંગે તેમણે કહ્યું કે આની મદદથી આપણે બ્રહ્માંડના વાસ્તવિક સ્વરૂપને સમજવાનો પ્રયત્ન કરીશું. ટેસ્લા અને સ્પેસએક્સના સીઈઓ અને ટ્વિટરના માલિક એલોન મસ્કએ બુધવારે "બ્રહ્માંડના સાચા સ્વભાવને સમજવા"ના ધ્યેય સાથે નવી AI કંપની, XAI લોન્ચ કરવાની જાહેરાત કરી. કંપનીની વેબસાઇટ અનુસાર, મસ્ક અને તેની ટીમ શુક્રવારે લાઇવ ટ્વિટર સ્પેસ ચેટમાં વધુ વિગતો શેર કરશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)