શોધખોળ કરો

Vedanta : સેમિકન્ડક્ટર બનાવવા વેદાંતાએ આકાશ પાતાળ એક કર્યું, ગુજરાતમાં અહીં ફાળવાઈ જમીન

તાજેતરમાં ફોક્સકોને વેદાંતા ગ્રૂપ સાથે ચિપ (ભારતમાં ચિપ મેન્યુફેક્ચરિંગ) બનાવવાનો કરાર સમાપ્ત કર્યો હતો. ત્યાર બાદ જ વેદાંતે નવેસરથી આ જાહેરાત કરી છે.

Chip Manufacturing : ભારતમાં ચિપ બનાવવાની હલચલ તેજ બની રહી છે. વેદાંતા જૂથ ગુજરાતમાં ભારતનું પ્રથમ સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ફેબ્સ સ્થાપવા માટે તૈયાર છે અને તેણે 100થી વધુ આંતરરાષ્ટ્રીય સપ્લાયર્સ અને આનુષંગિક ઉદ્યોગો સાથે જોડાણ કર્યું છે. જાહેર છે કે, તાજેતરમાં ફોક્સકોને વેદાંતા ગ્રૂપ સાથે ચિપ (ભારતમાં ચિપ મેન્યુફેક્ચરિંગ) બનાવવાનો કરાર સમાપ્ત કર્યો હતો. ત્યાર બાદ જ વેદાંતે નવેસરથી આ જાહેરાત કરી છે.

અહીં ચિપ પ્લાન્ટ સ્થાપવામાં આવશે

વેદાંતા સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ગ્લોબલના એમડી અક્ષર કે. હેબ્બરનું કહેવું છે કે, વેદાંત ગ્રુપ અમદાવાદ જિલ્લાના ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ ઝોનમાં ભારતનું પ્રથમ સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ફેબ બનાવવાની તૈયારી કરી રહ્યું છે. હેબ્બરે કહ્યું હતું કે, સેમિકન્ડક્ટર્સમાં ટેક્નોલોજી અને ઇક્વિટી પાર્ટનર્સ ઉમેરવાની દિશામાં સારી પ્રગતિ થઈ છે અને અમે ટૂંક સમયમાં જાહેરાત કરીશું. સમાચાર અનુસાર, રાજ્ય સરકારે ધોલેરામાં જમીન ફાળવી દીધી છે અને તેને ફેબ કન્સ્ટ્રક્શન માટે તૈયાર કરવાનું કામ ચાલી રહ્યું છે.

સરકારની મંજૂરીની રાહ જોઈ રહ્યા છીએ

હેબ્બરે કહ્યું હતું કે, DisplayFab પર અમે Innolux સાથે ભાગીદારી કરી છે અને અમે અમારા પાર્ટનરના સંપૂર્ણ સમર્થન સાથે ઝડપથી વિકાસ કરવા તૈયાર છીએ. કંપની હાલમાં સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ફેબ માટે સુધારેલી સ્કીમ હેઠળ તેની અરજી પર સરકારની મંજૂરીની રાહ જોઈ રહી છે. મંજુરી મળતાં જ અમે તાત્કાલિક બાંધકામ શરૂ કરીશું. કંપનીનું કહેવું છે કે, વડાપ્રધાન ભારતને ઈલેક્ટ્રોનિક્સમાં આત્મનિર્ભર બનાવવાના માર્ગ પર આગળ વધશે.

વેદાંત જૂથના ચેરમેન અનિલ અગ્રવાલે તાજેતરમાં કહ્યું હતું કે, તેઓ ભારતમાં સેમિકન્ડક્ટર (ભારતમાં ચિપ ઉત્પાદન) અને ડિસ્પ્લે ગ્લાસના ઉત્પાદન માટે 100 ટકા પ્રતિબદ્ધ છે અને આ માટે ભાગીદારો પણ તૈયાર કર્યા છે.

ગયા વર્ષે વેદાંતા અને ફોક્સકોને મળીને ગુજરાતમાં $19.5 બિલિયનના રોકાણ સાથે સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ઉત્પાદન પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરી હતી. જેને લઈને ગુજરાત સરકારને ભારે આવક અને મોટા પ્રમાણમાં લોકોને રોજગારી મળવાની આશા સેવાઈ હતી. ફોક્સકોનના નિર્ણયથી ભારત સરકારની સાથ ગુજરાત સરકારને પણ ફટકો પડ્યો છે. 

આ સમાચાર ન્યૂઝ એજન્સી રોયટરના ધ્યાન પર આવ્યા છે. ફોક્સકોને એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે, ફોક્સકોન વેદાંતની સંપૂર્ણ માલિકી હક ધરાવતી કંપનીએ પોતાનું નામ હટાવવાની દિશામાં કામ કરી રહી છે. ફોક્સકોને કહ્યું હતું કે, કંપનીએ વેદાંત સાથેના સંયુક્ત સાહસમાં આગળ ન વધવાનો નિર્ણય કર્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Murder Case : વડોદરામાં મૃતક તપન પરમારની નીકળી અંતિમ યાત્રા, ભાજપના નેતાઓ પણ જોડાયાAnil Deshmukh : મહારાષ્ટ્રમાં NCP જૂથના નેતા અનિલ દેશમુખ પર હુમલોBhavnagar News | ભાવનગરમાં સાવકી માતાનો 9 વર્ષીય બાળકી પર અત્યાચાર, જુઓ કેવું કર્યું કૃત્ય?TMKOC News : તારક મહેતાના અસિત મોદી સાથે બોલાચાલી મુદ્દે 'જેઠાલાલે' શું કર્યો મોટો ખુલાસો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
ગાજરનો રસ દરરોજ પીવાથી સ્વાસ્થ્યને થશે આ ગજબના ફાયદાઓ , જાણો તેના વિશે
ગાજરનો રસ દરરોજ પીવાથી સ્વાસ્થ્યને થશે આ ગજબના ફાયદાઓ , જાણો તેના વિશે
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
શિયાળામાં જરૂર પીવો આ  Immunity Booster Shot, મજબૂત થશે રોગપ્રતિકારક શક્તિ
શિયાળામાં જરૂર પીવો આ Immunity Booster Shot, મજબૂત થશે રોગપ્રતિકારક શક્તિ
Embed widget