(Source: ECI/ABP News/ABP Majha)
Washing Machines: હવે ધોવાયેલા કપડા ચુંથાઈ નહીં જાય, આ વોશિંગ મશીને કરી કમાલ
પાણી પણ ઓછું વપરાશે ને કપડાં પર કોઈ કરચલીઓ પણ નહીં પડે
Thomson's New Range Of Washing Machines: થોમસને ભારતમાં નવું વોશિંગ મશીન લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ નવી થોમસન વોશિંગ મશીન 8 કિગ્રા અને 9 કિગ્રા વેરિઅન્ટમાં ઓફર કરવામાં આવશે. ખાસ વાત એ છે કે કંપનીએ પોતાની નવી વોશિંગ મશીન વિશે દાવો કર્યો છે કે તે કપડાં ધોવા માટે ઓછું પાણી વાપરે છે અને કપડાં પર કોઈ નિશાન નહીં હોય.
મશીનમાં વધુ સારી રીતે ધોવા માટે સ્ક્રબિંગ, સ્ટીપિંગ, રોલિંગ અને સ્વિગિંગ જેવા મોડ્સ છે. મશીન સાથે ચાઈલ્ડ લોક પણ ઉપલબ્ધ થશે, જેથી તમારા બાળકો સુરક્ષિત રહેશે. 8 કિલોના મશીનની કિંમત 15,999 રૂપિયા અને 9 કિલોના મશીનની કિંમત 16,999 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ વોશિંગ મશીનો 18 જૂને લોન્ચ થશે.
કંપનીએ આ વોશિંગ મશીનોને લઈને 99.9 ટકા એલર્જી ફ્રી હોવાનો દાવો કર્યો છે. કંપનીએ કહ્યું છે કે, આ નવા વોશિંગ મશીન લોન્ડ્રી માટે સેવર સાબિત થશે. કંપનીએ વધુમાં કહ્યું કે, આ મશીન સૌથી અઘરા ડાઘ પણ દૂર કરે છે. અન્ય ફીચર્સની વાત કરીએ તો પાણીને ગરમ કરવા માટે ત્રણ મોડ આપવામાં આવ્યા છે. મશીન વધુ સારી રીતે ધોવા માટે સ્ક્રબિંગ, સ્ટીપિંગ, રોલિંગ અને સ્વિગિંગ જેવા મોડ્સ સાથે ઉપલબ્ધ થશે.
અવનીત સિંહ મારવાહે જણાવ્યું હતું કે, અમારો સતત ઉદ્દેશ્ય એવા ઉત્પાદનો પહોંચાડવાનો છે કે જે હંમેશા વિકસિત થઈ રહી હોય અને ભારતીય ઉપભોક્તાની રોજિંદી જરૂરિયાતોને સરળતાથી પૂરી કરી શકે. અમે સ્વદેશી ઉત્પાદક તરીકે ભારતીયોની માંગને સમજીએ છીએ અને તે તરફ કામ કરીએ છીએ. અમે તે કરી રહ્યા છીએ. વર્ષોથી અમારા ગ્રાહકોના પ્રેમ અને સમર્થનથી, અમે દેશમાં સૌથી વધુ વેચાણ થતી ઓનલાઈન બ્રાન્ડ બનવામાં સફળ થયા છીએ અને અમે ગતિ ચાલુ રાખવા માંગીએ છીએ. અમે ભવિષ્યમાં આવા વધુ ઉત્પાદનો બનાવવાનું ચાલુ રાખીશું.
તહેવારો પહેલા મોંઘવારીનો ઝટકો, AC-ફ્રિજ-વોશિંગ મશીન સહિત 19 વસ્તુઓ થઈ મોંઘી
સરકારે આ પગલુ વધતા જતા કરંટ એકાઉન્ટ ડેફિસિએટની સમસ્યામાંથી છૂટકારો મેળવવા ભર્યું છે. ગત નાણાંકીય વર્ષ 2017-18માં જે 19 વસ્તુઓ પર કસ્ટમ ડ્યૂટી વધારવામાં આવી છે, તેનાથી દેશમાં વાર્ષિક લગભગ 86 હજાર કરોડ રૂપિયાની આયાત થાય છે. સરકાર ઇમ્પોર્ટ ડ્યૂટી વધારી આ વસ્તુઓની આયાતમાં ઘટાડો કરવાનો પ્રયાસ કરી રહી છે, કારણ કે રૂપિયાની કિંમતમાં સતત ઘટાડાના કારણે તેનો ખર્ચ પણ વધી રહ્યો છે.
આ ઉપરાંત વિમાન ફ્યૂલ(એટીએફ) પર પણ 5 ટકા ઇમ્પોર્ટ ડ્યૂટી લગાડી છે. અત્યાર સુધી તેના પર કોઈ ટેક્સ નહતો લાગતો. જેને લઈને હવે એરલાઈન્સનો ઓપરેટિંગ ખર્ચ વધશે તેની અસર સીધી હવાઈ મુસાફરીના ભાડા પર જોવા મળી શકે છે.