(Source: ECI/ABP News/ABP Majha)
વૉટ્સએપ ડિસઅપેયરિંગ મેસેજઃ કઇ રીતે કરે છે કામ આ ફિચર, આ રીતે કરો એનેબલ અને ડિસેબલ, મળશે ફોનની સ્પીડ વધારવામાં મદદ
આ ફિચર તમારા ફોનની ઇન્ટરનલ મેમરીને બચાવવામાં મદદ કરે છે. આને યૂઝરને પોતાના વૉટ્સએપના સેટિંગ્સમાં જઇને Enable કે Disable કરવુ પડે છે.
WhatsApp Users: વૉટ્સએપ યૂઝર માટે સતત નવા ફિચર લાવે છે. આમાં યૂઝર્સને વધુ સુવિધાઓ મળે છે. વૉટ્સએપમાં Disappearing Messagesનુ એક ફિચર છે. આ ફિચર તમારા ફોનની ઇન્ટરનલ મેમરીને બચાવવામાં મદદ કરે છે. આને યૂઝરને પોતાના વૉટ્સએપના સેટિંગ્સમાં જઇને Enable કે Disable કરવુ પડે છે. આનો ફાયદો એ થાય છે કે, તમારા મેસેજ એક ટાઇમ બાદ ઓટોમેટિકલી ડિલીટ થઇ જાય છે. આનાથી ફોનની મેમરી બચે છે, અને ફોન સ્લૉ નથી થતો.
Whatsapp અનુસાર, જ્યારે તમે Disappearing Messages ફિચરને ઇનેબલ (Enable) કરો છો તો તમને 24 કલાક, 7 દિવસ કે 90 દિવસના સમય સિલેક્ટ કરવાનો હોય છે. આનો અર્થ તમે જે પણ ટાઇમ સિલેક્ટ કરશો તે પછી મેસેજ ઓટોમેટિકલી ફોનમાંથી ડિલીટ થઇ જશે. આ વાતને ધ્યાનમાં રાખો કે આ માત્ર તે જ મેસેજ પર લાગુ પડશે. જે આ સેટિંગ્સ બાદ મોકલવામાં આવશે કે રિસીવ કરવામાં આવશે.
યૂઝર કોઇ ઇન્ડિવિડ્યૂઅલ ચેટ માટે પણ આને ઓન કે ઓફ કરી શકો છો. કોઇ ગૃપ ચેટ માટે પણ આમ કરી શકાય છે. આ ઉપરાંત કોઇપણ ગૃપ માટે એડમિન Disappearing Messages ફિચરને ઓન કે ઓફ કરી શકો છો જો કોઇ ગૃપ મેમ્બર કોઇ મેસેજને 24 કલાક, 7 દિવસ કે પછી 90 દિવસ સુધી નથી જોતો, તો ઓટોમેટિકલી ડિલીટ થઇ જશે.
Iphone અને Androidમાં Disappearing Messages કઇ રીતે ઓન કરશો?
સૌથી પહેલા WhatsApp chat ઓપન કરો.
ત્યારબાદ નામ પર ટેપ કરો.
આ પછી Disappearing Messages પર ટેપ કરો.
આ પછી તમે 24 કલાક, 7 દિવસ અને 90 દિવસનો ટાઇમ સિલેક્ટ કરી શકો છો.
Iphone અને Androidમાં disappearing messages કઇ રીતે કરશો બંધ
આ ફિચરને ઓન કર્યા બાદ તે ચેટના મેસેજ ઓટોમેટિક ડિલીટ નહીં થાય.
સૌથી પહેલા WhatsApp chat ઓપન કરો.
ત્યારબાદ નામ પર ટેપ કરો.
આ પછી Disappearing Messages પર ટેપ કરો, અને તેને બંધ કરી દો.