Cold Wave: રાજ્યમાં ફરીથી ઠંડીનો ચમકારો, નલિયા નહીં આ શહેર બન્યું ઠંડુગાર, વાંચો આંકડા
Gujarat Weather: રાજ્યમાં આજે સૌથી ઓછું તાપમાન અમરેલીમા નોંધાયુ છે. આજે પાંચ શહેરોમાં તાપમાન 10 ડિગ્રી કરતા નીચું નોંધાયું છે

Gujarat Weather: જાન્યુઆરી મહિનો ફરી એકવાર ઠંડો સાબિત થવાનો છે. હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતોના મતે આ વર્ષે શિયાળો લાંબો ચાલવાનો છે. આજે ફરી એકવાર રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. આજે પાંચ શહેરોના તાપમાનનો પારો 10 ડિગ્રી કરતાં નીચો રહ્યો છે. આજે રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં નહીં પરંતુ અમરેલીમાં નોંધાયુ છે. અમરેલી આજે 08.2 ડિગ્રી સાથે ઠંડુગાર શહેર બન્યુ છે.
રાજ્યમાં ઠંડીનો ચમકારો ફરી એકવાર જોવા મળ્યો છે. રાજ્યમાં આજે સૌથી ઓછું તાપમાન અમરેલીમા નોંધાયુ છે. આજે પાંચ શહેરોમાં તાપમાન 10 ડિગ્રી કરતા નીચું નોંધાયું છે. ખાસ વાત છે કે, આજે રાજ્યમાં સૌથી ઠંડુ શહેર નલિયા નહીં પરંતુ અમરેલી બન્યુ છે. અમરેલી આજે લઘુત્તમ તાપમાન 8.2 ડિગ્રી નોંધાયુ છે. જ્યારે નલિયામાં 09.6 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યુ હતુ. આ વખતે શિયાળો લાંબો ચાલશે, માવઠુ થવાની સાથે સાથે કેટલાક વિસ્તારોમાં ઝાકળ પડવાની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને, પવનોની દિશા બદલાતા ગુજરાતના હવામાનમાં જોરદાર પલટો આવી શકે છે.
તાજા અપડેટ પ્રમાણે, રાજ્યમાં ઠંડીનો ચમકારા વિશે વાત કરીએ તો રાજ્યનું સૌથી ઓછું તાપમાન અમરેલી 08.2 ડિગ્રી નોંધાયુ છે. જ્યારે નલિયામાં 09.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
- અમદાવાદમાં 12.2 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 11.8 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.
- ડીસા 11.5 ડિગ્રી તાપમાન, વલ્લભ વિદ્યાનગર 14.5 ડિગ્રી તાપમાન નોંધાયુ છે
- વડોદરા 17.2 ડિગ્રી તાપમાન, સુરત 16.3 ડિગ્રી તાપમાન નોંધાયુ છે
- ભુજ 11.2 ડિગ્રી તાપમાન, કંડલા 09.6 ડિગ્રી તાપમાન નોંધાયુ છે
- દ્વારકા 15.7 ડિગ્રી તાપમાન, ઓખા 19.3 ડિગ્રી તાપમાન નોંધાયુ છે
- પોરબંદર 10.8 ડિગ્રી તાપમાન, વેરાવળ 14.3 ડિગ્રી તાપમાન નોંધાયુ છે
- રાજકોટ 09.4 ડિગ્રી તાપમાન, સુરેન્દ્રનગર 11.8 ડિગ્રી તાપમાન નોંધાયુ છે
- મહુવા 14.3 ડિગ્રી તાપમાન, કેશોદ 09.6 ડિગ્રી તાપમાન, ભાવનગર 13.7 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.
ઠંડીને લઇને શું છે આગાહી -
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાત માટે આગાહી કરી છે. સામાન્ય રીતે તાપમાન ઊંચું જતાં ઠંડીમાં રાહત મળતી હોય છે, પરંતુ આ વખતે જાન્યુઆરી મહિનામાં ઠંડીમાં રાહત મળે તેવી શક્યતાઓ હવામાન નિષ્ણાત નકારી રહ્યા છે. તેમના મતે આ વખતે શિયાળો લાંબો ચાલવાનો છે, એટલે જાન્યુઆરી મહિનામાં ઠંડીમાં કોઈ મોટી રાહત મળે તેવી કોઈ શક્યતાઓ પણ નથી. 16 અને 17 જાન્યુઆરી સુધી તો ઠંડીમાં કોઈ રાહત મળવાની નથી. 18 તારીખથી આંશિક રાહત મળે તેવી શક્યતાઓ છે. તે પણ 1થી 2 ડિગ્રીની રાહત હશે. હાલ લઘુત્તમ અને મહત્તમ તાપમાન બન્ને નીચે ચાલી રહ્યા છે. જ્યારે છેલ્લા ચાર-પાંચ દિવસથી સામાન્ય કરતાં વધારે પવન ફૂંકાઈ રહ્યા છે.
હવામાન નિષ્ણાતના મતે, આગામી 19 તારીખથી પવનમાં સામાન્ય રાહત મળશે. 19 તારીખથી પવનની દિશામાં પણ બદલાવ આવશે. અત્યારે ઉત્તર અને ઉત્તર પૂર્વના પવનો છે. જેની જગ્યાએ ઉત્તર-પશ્ચિમના પવનો થઈ શકે છે. જેના કારણે 18 તારીખથી દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રણ દિવસ ઝાકળનો હળવો રાઉન્ડ આવી શકે છે. આ સાથે જ 18-19 તારીખે ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેવાનું છે. જોકે, માવઠું થઈ જાય તેવી શક્યતાઓ હાલ પૂરતી દેખાતી નથી. દક્ષિણ ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના અમુક ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટાછવાયા વાદળો હશે.
આ પણ વાંચો
Rain: માવઠાથી ડાંગના ખેડૂતોમાં ચિંતા પેઠી, શાકભાજી-ફળફળાદિ સહિતના શિયાળુ પાકને નુકસાનની ભીતિ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
