ભારતીયોને WhatsAppમાં મળ્યું ખુબ કામનું ફિચર, વીડિયો મેસેજ મોકલવામાં થશે મદદરૂપ, જાણો
આ ફિચર અંતર્ગત તમે 60-સેકન્ડની વીડિયો ચેટ દરમિયાન તેને રેકોર્ડ કરીને તમારી સામેની વ્યક્તિને સેન્ડ કરી શકશો. સેન્ડ કરેલો વીડિયો ઓટોમેટિકલી મ્યૂટ થઈ જશે.
WhatsApp Instant Video Message Feature: ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપ પોતાની યૂઝર્સ માટે એકથી એક ચઢિયાતા ફિચર્સ લઇને આવી રહી છે. કંપની એપમાં એક નવું શૉર્ટ વીડિયો મેસેજ ફિચર એડ કર્યુ છે, જે યૂઝર્સને ચેટ દરમિયાન રેકોર્ડ કરેલા વીડિયો સેન્ડ કરવા અને રિસીવ કરવા દે છે, આનાથી ચેટિંગ એક્સપીરિયન્સ પહેલા કરતા વધુ સારો થશે. અત્યાર સુધી જો કોઈ વ્યક્તિ એપમાં વીડિયો શેર કરવા માંગતો હતો તો તેના માટે આપણે ગેલેરીમાં જઈને વીડિયો સર્ચ કરવો પડતો હતો, ઘણીવાર વીડિયો અવેલેબલ નથી હોતો જેના કારણે આપણું કામ પણ અટકી જતુ હતુ. આ સમસ્યાને ખતમ કરવા માટે Meta એ વૉટ્સએપમાં શૉર્ટ વીડિયો મેસેજ ફિચર શરૂ કર્યું છે.
આ ફિચર અંતર્ગત તમે 60-સેકન્ડની વીડિયો ચેટ દરમિયાન તેને રેકોર્ડ કરીને તમારી સામેની વ્યક્તિને સેન્ડ કરી શકશો. સેન્ડ કરેલો વીડિયો ઓટોમેટિકલી મ્યૂટ થઈ જશે. યૂઝરે તેનો ઓડિયો ટેપ કરીને ઓપન કરવાનો રહેશે. આ એક સારો ઓપ્શન છે કારણ કે ઘણીવાર આપણે એવી જગ્યાએ હોઈએ છીએ, જ્યાં આપણે સીધો ઓડિયો સાંભળી શકતા નથી, આવામાં આ ઓપ્શન લોકોને ઓડિયો વિના વીડિયો જોવામાં મદદ કરશે.
આ રીતે રેકોર્ડ કરો વીડિયો
વીડિયો રેકોર્ડ કરવા માટે તમારે ચેટમાં વીડિયો આઇકૉન પર ટેપ કરવું પડશે અને પછી વીડિયો રેકોર્ડ કરવો પડશે. જો તમે હેન્ડ્સ ફ્રી રહીને વીડિયો રેકોર્ડ કરવા ઈચ્છો છો, તો તેના માટે તમારે વીડિયોને સ્વાઈપ અપ કરવો પડશે, આનાથી વીડિયો લૉક થઈ જશે અને તમે ફોનને ક્યાંક રાખીને આસાનીથી વીડિયો રેકોર્ડ કરી શકશો. કંપનીના અન્ય ફિચર્સની જેમ વીડિયો મેસેજ પણ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્ટેડ હશે.
sometimes you just have to see it to believe it 👀 now you can capture the moment right when it happens with a Video Message. pic.twitter.com/QiDTRhRRJ6
— WhatsApp (@WhatsApp) July 27, 2023
વૉટ્સએપે આ અપડેટ દરેક માટે રૉલઆઉટ કરવાનું શરૂ કરી દીધું છે. જો તમને આ અપડેટ્સ મળ્યા નથી, તો એકવાર એપ્લિકેશનને અપડેટ કરી દો.
વૉટ્સએપ પર એનિમેટેડ અવતાર ફિચર ટૂંક સમયમાં થશે ઉપલબ્ધ -
WhatsApp યૂઝર્સ માટે એક નવીન એનિમેટેડ અવતાર સુવિધા રિલીઝ કરવા જઈ રહ્યું છે જેનો હેતુ મેસેજિંગ પ્લેટફોર્મના અનુભવને બેસ્ટ બનાવવાનો છે. થોડા સમય પહેલા કંપનીએ iOS અને Android યૂઝર્સ માટે બે આકર્ષક અપડેટ્સ જાહેર કર્યા હતા. બંને અપડેટ્સ અવતારની આસપાસ ફરે છે. પ્રથમ અપગ્રેડ યૂઝર્સને તેમના પોતાના ફોટાની મદદથી અવતાર બનાવવામાં મદદ કરે છે, એટલે કે તમારે મેન્યૂઅલી અવતાર બનાવવાની જરૂર નથી. બીજું અપડેટ યૂઝર્સને અવતારના સંગ્રહ સાથે પ્રદાન કરે છે. યૂઝર્સને હવે તેમની પ્રૉફાઇલ સેટ કરતી વખતે અલગ અવતાર પસંદ કરી શકે છે. આ સાથે, તેમની પ્રૉફાઇલ વધુ સારી બનશે અને એપ્લિકેશનનો અનુભવ પણ સારો થશે.
આ ઉપરાંત કંપની કેટલીય ફિચર્સ પર કામ કરી રહી છે જે ધીમે-ધીમે લોકોને અવેલેબલ થશે. અત્યારે દરેક વ્યક્તિ યૂઝરનેમ ફિચરની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.