WhatsApp Call થી લોકેશન થઇ શકે છે ટ્રેક! બચવા માટે તરત ઓન કરો આ ફીચર
WhatsApp Call: વાસ્તવમાં કોલિંગ દરમિયાન તમારું આઈડી એડ્રેસ ટ્રેક કરી શકાય છે.

WhatsApp Call: તમે વોટ્સએપનો ઉપયોગ કરતા હશો પરંતુ કદાચ તમને ખબર નહીં હોય કે તમારા વોટ્સએપ કોલ્સ પણ ટ્રેક કરી શકાય છે. જાણીને ચોંકી ગયા ને આ કેવી રીતે થઇ શકે છે ? વાસ્તવમાં કોલિંગ દરમિયાન તમારું આઈડી એડ્રેસ ટ્રેક કરી શકાય છે. કોલિંગ દરમિયાન યુઝર્સની લોકેશન કોઇ જાણી ના શકે તે માટે વોટ્સએપએ એક વ્યવસ્થા કરી છે. વોટ્સએપ એ આ વ્યવસ્થાથી યુઝર્સની સેફ્ટી વધારી દીધી છે. પરંતુ અનેક યુઝર્સ એવા છે જેમને વોટ્સએપમાં રહેલા આ ફીચરની જાણકારી નથી.
જો તમે પણ ઈચ્છો છો કે કોઈ હેકર અથવા સ્કેમર WhatsApp Calls દરમિયાન તમારું લોકેશન શોધી ન શકે, તો આ માટે તમારે તરત જ WhatsApp ના સેટિંગમાં જઈને Protect IP Address in Calls ફીચર ઓન કરવું પડશે. આ ફીચરને ઓન કરવા માટે તમારે માત્ર કેટલાક સરળ સ્ટેપ્સ ફોલો કરવા પડશે.
WhatsApp IP Address For Calls: તેને કેવી રીતે ઓન કરવું
વોટ્સએપમાં આ સેફ્ટી ફીચરને ઓન કરવું ખૂબ જ જરૂરી છે. જેથી તમે કોલિંગ દરમિયાન હંમેશા પોતાની જાતને સુરક્ષિત રાખી શકો. પરંતુ સવાલ એ છે કે સેટિંગ્સમાં આ ફીચર ક્યાંથી મળશે? આ ફીચરને શોધવા માટે તમારે તમારા ફોન પર WhatsApp ઓપન કરવું પડશે ત્યાર બાદ રાઈડ સાઇડમાં દેખાતા ત્રણ ડોટ્સ પર ક્લિક કરો.
થ્રી ડોટ્સ પર ટેપ કર્યા બાદ સેટિંગ્સ પર ક્લિક કરો, એકવાર સેટિંગ્સ ખુલ્યા પછી પ્રાઇવેસી ઓપ્શન પર ટેપ કરો. પ્રાઈવેસી ઓપ્શનમાં તમને એડવાન્સ ઓપ્શનમાં આ ફીચર જોવા મળશે, આ ફીચરના નામની બાજુમાં એક બટન છે, જેને દબાવવાથી આ ફીચર તમારા વોટ્સએપ એકાઉન્ટ માટે ઓન થઈ જશે. આ ફીચર ઓન થયા પછી તમારા બધા કોલ વોટ્સએપ સર્વર દ્વારા જશે જેથી તમે હંમેશા સુરક્ષિત રહેશો.
Cyber Fraud: સોશિયલ મીડિયાનો ઉપયોગ કરનારા સાવધાન, સરકારે આપી જાણકારી
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
