શોધખોળ કરો

Cyber Fraud: સોશિયલ મીડિયાનો ઉપયોગ કરનારા સાવધાન, સરકારે આપી જાણકારી

Cyber Fraud: જો તમારા ફોનમાં WhatsApp, Telegram અને Instagram છે તો તમારે સાવધાન રહેવાની જરૂર છે

Cyber Fraud: જો તમારા ફોનમાં WhatsApp, Telegram અને Instagram છે તો તમારે સાવધાન રહેવાની જરૂર છે. ગૃહ મંત્રાલયના એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે સાયબર ઠગ આ એપ્સ દ્વારા લોકોને સૌથી વધુ નિશાન બનાવી રહ્યા છે. વાસ્તવમાં આ ત્રણેય એપ્સના કરોડો યુઝર્સ છે અને મોટી સંખ્યામાં લોકો તેનો રોજ ઉપયોગ કરે છે. તેથી ઑનલાઇન છેતરપિંડી કરનારાઓ માટે અહીં તેમના શિકાર શોધવા સરળ બને છે.

સૌથી વધુ છેતરપિંડી વોટ્સએપ દ્વારા થઈ રહી છે

2024ના પ્રથમ ત્રણ મહિનામાં સરકારને WhatsApp દ્વારા સાયબર છેતરપિંડીની સૌથી વધુ 43,797 ફરિયાદો મળી હતી. આ પછી ટેલિગ્રામ દ્વારા છેતરપિંડીની 22,680 ફરિયાદો અને ઇન્સ્ટાગ્રામ દ્વારા છેતરપિંડીની 19,800 ફરિયાદો આવી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સાયબર ઠગ્સ આવા ગુનાઓ શરૂ કરવા માટે ગૂગલ સર્વિસ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. તેમની મદદથી તેઓ લોકોને નિશાન બનાવે છે.

આ લોકોને સૌથી વધુ નિશાન બનાવવામાં આવી રહ્યા છે

દેશમાં સાયબર ફ્રોડના વધતા જતા મામલાઓની વચ્ચે આવેલા ગૃહ મંત્રાલયના આ વાર્ષિક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ પ્રકારની છેતરપિંડી વિવિધ દેશોમાં થઈ રહી છે અને તેમાં મોટા પાયે મની લોન્ડરિંગ અને સાયબર ગુલામીનો પણ સમાવેશ થાય છે. બેરોજગાર યુવાનો, ગૃહિણીઓ, વિદ્યાર્થીઓ અને અન્ય જરૂરિયાતમંદ લોકો સાયબર ફ્રોડમાં સૌથી વધુ નિશાન બને છે, જેઓ મોટી રકમ ગુમાવી રહ્યા છે. આ પૈસામાં ઉછીના લીધેલા રૂપિયા પણ સામેલ છે

સરકાર ફેસબુક પર પણ નજર રાખી રહી છે

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સાયબર ઠગ્સ ફેસબુક એડ મારફચે દેશમાં ગેરકાયદેસર લોન આપતી એપ પણ લોન્ચ કરી રહ્યા છે. તેમના પર પગલાં લેવા માટે સરકાર પહેલેથી જ આવી લિંક્સની ઓળખ કરી રહી છે. જો જરૂરી હોય તો આ લિંક્સને દૂર કરવા માટે ફેસબુકને નિર્દેશ પણ આપવામાં આવી રહ્યા છે.                                                               

Fraud: Jioના નામ પર આવે આવો મેસેજ તો થઇ જશો સાવધાન, બેન્ક એકાઉન્ટ થઇ જશે ખાલી

ટોપ સ્ટોરી

Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત
Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત
ઇન્ટરનેટ વગર ચેટિંગ કરવાની સુવિધા આપતી આ એપ્સ બંધ કરવામાં આવશે, સરકારે આપ્યો આદેશ
ઇન્ટરનેટ વગર ચેટિંગ કરવાની સુવિધા આપતી આ એપ્સ બંધ કરવામાં આવશે, સરકારે આપ્યો આદેશ
ઘરમાં ગિઝર ચલાવવા માટે કેટલી સોલર પેનલ લગાવવી જોઇએ? સમજો કેલ્ક્યુલેશન
ઘરમાં ગિઝર ચલાવવા માટે કેટલી સોલર પેનલ લગાવવી જોઇએ? સમજો કેલ્ક્યુલેશન
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય
નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
IND vs WI: આજે ભારત-વેસ્ટઇન્ડીઝ વચ્ચે ત્રીજી T20, જાણો પ્લેઇંગ-11, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
IND vs WI: આજે ભારત-વેસ્ટઇન્ડીઝ વચ્ચે ત્રીજી T20, જાણો પ્લેઇંગ-11, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
Embed widget