શોધખોળ કરો
Advertisement
આરોગ્ય સેતુ એપ કોણે બનાવી ? સૂચના આયોગે મંત્રાલય સહિત અનેક લોકોને મોકલી નોટિસ, જાણો શું છે મામલો
આરોગ્ય સેતુ એપની વેબસાઇટ કહે છે કે તેને નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેંટર અને આઇટી મંત્રાલયે ડેવલપ કરી છે. પરંતુ આ એપને લઇ કરવામાં આવેલી આરટીઆઈમાં બંનેએ કહ્યું કે, એપ કોણે ડેવલપ કરી તે અંગે કોઇ જાણકારી નથી.
નવી દિલ્હીઃ કેન્દ્રીય સૂચના આયોગે મંગળવારે નેશનલ ઈન્ફોર્મેટિક સેંટર પાસે જવાબ માંગ્યો છે કે આરોગ્ય સેતુ વેબસાઇટ પર તમારું નામ છે તો એપના ડેવલપમેંટને લઈ કોઈ ડિટેલ કેમ નથી. આયોગે આ અંગે ચીફ પબ્લિક ઇન્ફોર્મેશન અધિકારીઓ સહિત નેશનલ ઈ-ગવર્નંસ ડિવીઝન, ઈલેક્ટ્રોનિક્સ અને સૂચના ટેકનોલોજી મંત્રાલય તથા NICને કારણ બતાઓ નોટિસ મોકલી છે. આ નોટિસમાં કરોડો લોકો દ્વારા ઉપયોગ કરવામાં આવી રહેલી કોન્ટેક્ટ ટ્રેસિંગ એપને લઈ કરવામાં આવેલી આરટીઆઈનો સ્પષ્ટ જવાબ કેમ નથી આપવામાં આવ્યો તેનો ખુલાસો માંગવામાં આવ્યો છે.
કોરોના વાયરસ વચ્ચે કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે ઉપયોગ કેન્દ્ર સરકાર તરફથી આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવા ભાર મૂકવામાં આવ્યો હતો. આરોગ્ય સેતુ એપની વેબસાઇટ કહે છે કે તેને નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેંટર અને આઇટી મંત્રાલયે ડેવલપ કરી છે. પરંતુ આ એપને લઇ કરવામાં આવેલી આરટીઆઈમાં બંનેએ કહ્યું કે, એપ કોણે ડેવલપ કરી તે અંગે કોઇ જાણકારી નથી.
કોરોનાકાળમાં આરોગ્ય સેતુ એપને લોન્ચ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં કરોડો લોકો તેને ડાઉનલોડ કરી ચુક્યા છે. યૂઝર્સે આને બહુજ ઓછા સમયમાં દુનિયામાં સૌથી વધુ યૂઝ કરનારી ડાઉનલૉડ એપ બનાવી દીધી હતી. આરોગ્ય સેતુ મોબાઇલના બ્લૂટુથ અને જીપીએસ કનેક્ટિવિટી દ્વારા કૉવિડ-19થી સંક્રમિત લોકોને શોધવામાં મદદ કરે છે.
એપના માધ્યમથી યૂઝર્સ જાણી શકે છે કે તે કોઇ કૉવિડ-19થી સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યો છે કે નહીં. આ એપ યૂઝર્સને તેમના લક્ષણોનુ સ્વ-મૂલ્યાંકન કરવાની અનુમતિ આપે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement