આ સ્માર્ટફોન આ વર્ષે સૌથી વધુ વેચાનારો એન્ડ્રોઇડ ફોન બન્યો, જાણો શું છે ફોનમાં ખાસ......
કાઉન્ટરપૉઇન્ટના રિપોર્ટ પ્રમાણે, આ વર્ષની પહેલી ત્રિમાસિકમાં દુનિયાભરમાં આ ફોનને સૌથી વધુ ખરીદવામાં આવ્યો છે. આ ફોન સૌથી વધુ ભારત અને ચીનમાં ખરીદાયો છે. જાણો શું છે આ ફોનના ફિચર્સ, જેના દમ પર આ ફોનને યૂઝર્સને આટલ બધો પ્રેમ મળ્યો છે.

નવી દિલ્હીઃ એન્ડ્રોઇડ ફોનના મામલે ભલે સેમસંગ અને વનપ્લસનુ મોટુ નામ હોય, પરંતુ આ તમામને પાછળ છોડતા શ્યાઓમીનો Redmi 9A આ વર્ષે સૌથી વધુ વેચાનારો સ્માર્ટફોન બની ગયો છે. કાઉન્ટરપૉઇન્ટના રિપોર્ટ પ્રમાણે, આ વર્ષની પહેલી ત્રિમાસિકમાં દુનિયાભરમાં આ ફોનને સૌથી વધુ ખરીદવામાં આવ્યો છે. આ ફોન સૌથી વધુ ભારત અને ચીનમાં ખરીદાયો છે. જાણો શું છે આ ફોનના ફિચર્સ, જેના દમ પર આ ફોનને યૂઝર્સને આટલ બધો પ્રેમ મળ્યો છે.
સ્પેશિફિકેશન્સ......
Redmi 9A ફોનમાં 6.53 ઇંચની ફૂલ એચડી ડિસ્પ્લે આપવામા આવી છે, જેનુ રિઝૉલ્યૂશન 720x1,600 પિક્સલ છે. ફોન એન્ડ્રોઇડ 10 પર બેઝ્ડ MIUI 11 પર કામ કરે છે. ફોન MediaTek Helio G25 પ્રૉસેસર વાળો છે. આમાં 3 GB રેમ અને 32GB ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે, જેને માઇક્રોએસડી કાર્ડની મદદથી 512GB સુધી વધારી શકાય છે.
કેમેરા અને બેટરી.....
Redmi 9Aમાં 13 મેગાપિક્સલનો રિયર કેમેરો આપવામા આવ્યો છે. ફ્રન્ટમાં 5- મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા સેન્સર પણ છે, જેમાં f / 2.2 લેન્સ છે. ફોનમાં 10W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે 5,000mAhની બેટરી છે, આ માઇક્રો-યુએસબી પોર્ટની સાથે આવે છે. મિડનાઇટ બ્લેક, નેચર ગ્રીન અને સી-બ્લૂ કલર ઓપ્શનમાં અવેલેબલ છે.
Realme C11 સાથે છે ટક્કર......
Redmi 9Aની ટક્કર રિયલમીના C11 સ્માર્ટફોનની સાથે છે. રિયલમી C11 સ્માર્ટફોનમાં 6.5 ઇંચની એચડી પ્લસ ડિસ્પ્લે આપવામાં આવી છે. સ્માર્ટફોન મીડિયાટેક હીલિયો G35 ચિપસેટની સાથે આવે છે. રિયલમીનો આ સ્માર્ટફોન 2GB રેમ અને 32GB સ્ટૉરેજની સાથે 7,499 રૂપિયામાં ખરીદી માટે ઉપલબ્ધ છે.
ચીનની આ કંપની લાવી રહી છે ગજબની ચાર્જિંગ ટેકનોલૉજી, માત્ર 10 મિનીટમાં જ આખો ફોન થઇ જશે ચાર્જ
ચીનની સ્માર્ટફોન મેકર શ્યાઓમીએ એક ખાસ ટેકનોલૉજી લઇને આવી રહી છે, જેની મદદથી ફટાફટ બેટરી ચાર્જ થઇ શકશે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ટેકનોલૉજી દ્વારા માત્ર 10 મિનીટમાં ફોન ફૂલ ચાર્જ થઇ જશે.
વર્ષના અંત સુધીમાં આવી શકે ટેકનોલૉજી....
રિપોર્ટ્સનુ માનીએ તો શ્યાઓમી હાલ 200W ફાસ્ટ ચાર્જિંગ સિસ્ટમ પર કામ કરી રહી છે, અને માનવામાં આવી રહ્યું છે કે આ વર્ષના અંત સુધી ફ્લેગશિપ સ્માર્ટફોનમાં આ ચાર્જિંગ ટેકનોલૉજી આપવામાં આવી શકે છે. શ્યાઓમી 200W ફાસ્ટ ચાર્જિંગ ટેકનોલૉજીને વાયર્ડ અને વાયરલેસ ચાર્જિંગ આપી શકે છે. આ પહેલા કંપનીએ Mi 10માં 120W વાયર્ડ ચાર્જિંગ સિસ્ટમ સપોર્ટ આપ્યો હતો.
આ ફોનમાં છે 185W ચાર્જિંગ સિસ્ટમ...
આ પહેલા શ્યાઓમીએ Mi 10માં 120W વાયર્ડ ચાર્જિંગ સિસ્ટમ આપી હતી, જેમાં 55W વાયરલેસ ચાર્જિંગ અને 10W રિવર્સ ચાર્જિંગ સિસ્ટમ સામેલ હતી. આવામાં કુલ મળીને 185W ચાર્જિંગ સિસ્ટમ હોય છે. આ ટેકનોલૉજી કંપની એવા સમયે લાવી રહી છે, જ્યારે સ્માર્ટફોન કંપનીઓ ફોનના બૉક્સમાં ચાર્જર નથી આપી રહી.
રિલીઝ કરી Mi Air Charge ટેકનોલૉજી...
ઉલ્લેખનીય છે કે શ્યાઓમીએ થોડાક દિવસો પહેલા એક રિમૉટ ચાર્જિંગ ટેકનોલૉજી Mi Air Chargeને રિલીઝ કરી હતી. આ ટેકનોલૉજીની મદદથી કોઇપણ જાતના કેબલ વિના એકસાથે કેટલાય ડિવાઇસને વાયરલેસ સિસ્ટમ અંતર્ગત ચાર્જ કરવામાં આવી શકે છે. આમાં યૂઝર્સને ફક્ત ચાર્જરની સામે રાખવુ પડતુ હોય છે, અને ડિવાઇસ ઓટોમેટિકલી ચાર્જ થવા લાગે છે. આ ચાર્જિંગ ટેકનોલૉજીમાં સેલ્ફ-ડેવલપ્ડ આઇસૉલેટેડ ચાર્જિંગનો યૂઝ કરવામાં આવ્યો છે, જે ડિવાઇસને ચાર્જ કરવા માટે હવામાં ચાર્જિંગ એનર્જી જનરેટ કરે છે.





















