(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Elections 2022: ગુજરાતમાં AAPની તાબડતોબ રેલીઓ, ભગવંત માન માન આજે રાજપીપળામાં
Gujarat Elections 2022: પંજાબના AAPના મુખ્યમંત્રી ભગવંત માન આજે રાજપીપળામાં રોડ- શો કરી જનસભાને ગજવશે. નાંદોદના AAPના ઉમેદવાર માટે પ્રચાર કરશે.
Gujarat Elections 2022: પંજાબના AAPના મુખ્યમંત્રી ભગવંત માન આજે રાજપીપળામાં રોડ- શો કરી જનસભાને ગજવશે. નાંદોદના AAPના ઉમેદવાર માટે પ્રચાર કરશે.
ગુજરાત વિધાનસભાની પહેલા તબક્કાની ચૂંટણીને હવે ગણતરીના 6 દિવસ બાકી રહ્યાં છે. ત્યારે રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર કરી રહ્યાં છે. આ વખતે પહેલી વખત ગુજરાતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી બધી જ બેઠક પર લડી રહી છે. જેના કારણે ચૂંટણનીનો જંગ વધુ રસપ્રદ બન્યો છે. આજે 2022: પંજાબના AAPના મુખ્યમંત્રી ભગવંત માન આજે રાજપીપળામાં રોડ- શો કરી જનસભાને ગજવશે. નાંદોદના AAPના ઉમેદવાર માટે પ્રચાર કરશે.
નાંદોદની આ બેઠક પરથી ભાજપે ડોક્ટર દર્શના બેન દેશમુખ તો કોંગ્રેસે હરેશ વસાવા અને આમઆદમી પાર્ટીના ઉમેદવાર પ્રફુલ વસાવાને ટિકિટ આપી છે. આજે નાંદોદમાં આજે પંજાબના મુખ્યમંત્રી ભગવત માન AAPના ઉમેદવાર માટે પ્રચાર કરશે. રોડ શો કરીને જનસભાને સંબોધશે
Gujarat Assembly Elections: જાણો પોતાના રોડ શોમાં મોદી મોદીના નારા લગાવી રહેલા યુવાનોને ભગવંત માને શું કહ્યું
Gujarat Assembly Elections: તાપી જિલ્લાની બે વિધાનસભા બેઠક પર આજે આમ આદમી પાર્ટીના પંજાબના મુખ્યમંત્રી ભગવત માન દ્વારા રોડ શો કરી આપના ઉમેદવાર માટે મત માંગ્યા હતા.
તાપી જિલ્લાની બે વિધાનસભા બેઠક પર આજે આમ આદમી પાર્ટીના પંજાબના મુખ્યમંત્રી ભગવત માન દ્વારા રોડ શો કરી આપના ઉમેદવાર માટે મત માંગ્યા હતા. જેમાં વ્યારા શહેરમાં રોડ શો દરમ્યાન કેટલાક યુવાનો દ્વારા મોદી મોદીના નારા લગાવવામાં આવ્યા હતા.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે દરેક પક્ષના સ્ટાર પ્રચારકો મતદારોને રીઝવવાનો પ્રયાસ કરવામાં લાગ્યા છે. જે અંતર્ગત આજે આમ આદમી પાર્ટીના ઉમેદવાર માટે વ્યારા શહેરમાં પંજાબના મુખ્યમંત્રી ભગવત માનનો રોડ શો નીકળ્યો હતો. જે દરમ્યાન શહેરના યુવાનો દ્વારા મોદી મોદીના નારા લગાવવામાં આવ્યા હતા. જે મુદ્દે પંજાબના મુખ્યમંત્રીએ યુવાનોના ખાતામાં પંદર પંદર લાખ જમાં થઈ ગયા હશે અને તેમને રોજગારી મળી ગઈ હશે એમ જણાવ્યું હતું. સાથે સરકાર બનવાના દાવા પર કહ્યું હતું કે અમે સર્વેમાં નથી આવતા પણ સરકારમાં આવીયે છીએ
યોગી આદિત્યનાથે કચ્છમાં સભા ગજવી
યૂપીના સીએમ અને બીજેપીના ફાયરબ્રાન્ડ નેતા કચ્છમાં ચૂંટણી પ્રચાર કરવા માટે પહોંચ્યા છે. ઉતર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાપરમાં સભા સંબોધી છે. પ્રાગપર સભામાં તેમણે વિપક્ષ પર પ્રહાર કર્યા હતા. રાપર વિધાનસભાના ભાજપના ઉમેદવાર વિરેન્દ્ર સિંહ જાડેજાના સમર્થનમાં સભા સંબોધી હતી. મોટી સંખ્યામાં રાપરના લોકો યોગી આદિત્યનાથને સાંભળવા માટે પહોંચ્યા હતા.
તેમણે ગુજરાતીમાં સંબોધનની શરૂઆત કરી હતી. ભાઈઓ બહેનો કેમ છો બધા મજા માં ને....આમ કહીને યોગી આદિત્યાનાથે સંબોધનની શરૂઆત કરી હતી. તેમણે વધુમાં કહ્યું કે, નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં આજે વિકાસના કામો વેગવાન બની રહ્યા છે. કોંગ્રેસના એક નેતા ભારત જોડો યાત્રા કાઢી છે પણ રાષ્ટ્રીય ગાનની જગ્યાએ ફિલ્મી ગીતો વગાડી રહ્યા છે. હર હર તિરંગા નરેન્દ્ર મોદીએ કર્યું છે. બધી સીમા સુરક્ષિત થઈ છે. 20 વર્ષ પેલા દંગા થતાં હતાં. ગુજરાતમાં ગુંડાગર્દી થઈ રહી હતી પણ આજે ગુજરાત વિકાસની ગતિએ વધી રહ્યું છે. ગુંડાગર્દી, દંગા કરવામાં કામ આ બધા કોંગ્રેસના કામ છે.
યોગી આદિત્યનાથ રામ મંદિરનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, અયોધ્યામાં રામ મંદિરના ભવ્ય કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. કોંગ્રેસ આ ના કરી શકત કોંગ્રેસ ઉપર ભરોસો ના કરશો. કોંગ્રેસે આનો વિરોધ કર્યો હતો. જ્યારે રામ મંદિર માટે ભાજપ આગળ હતું ત્યારે પણ કોંગ્રેસે રામ મંદિરની વિરોધ કર્યો હતો. સંકટના સમયમાં દેશનાં નાગરિક સાથે કેવી સંવેદના થવી જોઈએ એ કોરોનામાં ફ્રી વેક્સિન, ફ્રીમાં રાશન એ ડબલ એન્જિન સરકારે આપ્યો હતો. કચ્છમાં કમળ જ કમળ જોઈએ આજ માટે હું આજે કચ્છ આવ્યો છું. કચ્છ માટે આજે મુંબઈમાં પણ લોકો કચ્છના સાથે ઉભા છે.