શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સુપરસ્ટાર રજનીકાંતે કહ્યુ- CAAથી મુસ્લિમોને કોઇ ખતરો નથી, NPRને ગણાવ્યું આવશ્યક
સુપરસ્ટાર રજનીકાંતે બુધવારે નાગરિકતા સંશોધન કાયદાને સમર્થન આપતા કહ્યું હતું કે, કાયદાથી મુસ્લિમોને કોઇ ખતરો નથી. રજનીકાંતે એનપીઆરનું સમર્થન કર્યું અને કહ્યું કે, રાષ્ટ્રીય જનસંખ્યા રજીસ્ટ્રર ખૂબ જરૂરી છે.
નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ થઇ રહ્યો ત્યારે સુપરસ્ટાર રજનીકાંતે મોટું નિવેદન આપ્યું છે. ફિલ્મ એક્ટર અને સુપરસ્ટાર રજનીકાંતે બુધવારે નાગરિકતા સંશોધન કાયદાને સમર્થન આપતા કહ્યું હતું કે, કાયદાથી મુસ્લિમોને કોઇ ખતરો નથી. રજનીકાંતે એનપીઆરનું સમર્થન કર્યું અને કહ્યું કે, રાષ્ટ્રીય જનસંખ્યા રજીસ્ટ્રર ખૂબ જરૂરી છે.
રજનીકાંતે કહ્યું કે, સીએએથી મુસ્લિમોને કોઇ ખતરો નથી. જો કોઇને મુશ્કેલી આવે છે તો તેના માટે અવાજ ઉઠાવનાર પ્રથમ વ્યક્તિ હું હોઇશ. કેન્દ્ર સરકારે આશ્વાસન આપ્યું છે કે ભારતીય લોકોને સીએએથી કોઇ પરેશાની નહી થાય. તેમણે આરોપ લગાવ્યો કે, કેટલીક રાજકીય પાર્ટીઓ પોતાના સ્વાર્થી હિતો માટે સીએએ વિરુદ્ધ લોકોને ભડકાવી રહ્યા છે. આ કાયદા વિરુદ્ધ પ્રદર્શનો માટે તેમણે ધાર્મિક નેતાઓને જવાબદાર ઠેરવ્યા હતા.
તેમણે કહ્યુ કે, મુસ્લિમોને કેવી રીતે દેશની બહાર કરવામાં આવી શકે છે કારણ કે તેઓએ દેશના ભાગલા સમયે જાતે જ દેશમાં રહેવાનું પસંદ કર્યું હતું. એનપીઆરનું સમર્થન કરતા રજનીકાંતે કહ્યું કે, આ અભિયાન ખૂબ જરૂરી છે અને કોગ્રેસના નેતૃત્વની સરકારે અગાઉ આવું કર્યું હતું. નોંધનીય છે કે કેન્દ્ર સરકાર કહી ચૂકી છે કે કોઇ પણ હિસાબે સીએએ કાયદો પાછઓ ખેંચવામાં નહી આવે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion