અમેરિકા અને યૂરોપીય યૂનિયન ઇરાન પર ફરીથી નવા પ્રતિબંધ લગાવવાની તૈયારી કરી રહ્યું છે. તેનાથી ક્રૂડ કિંમતમાં મોટો ઉછાળો જોવા મળી શકે છે. તેની ગંભીર અસર ભારત પર પણ જોવા મળશે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 82 રૂપિયા સુધી પહોંચી ગઈ છે. આશંકા છે કે જો ક્રૂડની કિંમત 80 ડોલર પર પહોંચી જશે તો ભારતમાં પેટ્રોલની કિંમત 90 રૂપિયા પ્રતિ લિટર સુધી જઈ શકે છે.
2/5
અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સે સીરિયામાં થયેલ રાસાયણિક હુમલા વિરૂદ્ધ સૈન્ય કાર્રવાઈ કરી હતી. સીરિયા પર હુમલા બાદ રશિયા અને અમેરિકા વચ્ચે તણાવ વધી ગયો છે. એવામાં કેટલાક જાણકારોને ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારા લાગી રહ્યા છે. વિશ્વભરમાં તેને લઈને ભયનો માહોલ છે. જેપી મોર્ગન અનુસાર, ક્રૂડની કિંમત 80 ડોલર પ્રતિ બેરલ સુધી જઈ શકે છે જે હાલમાં 71.85 ડોલર પ્રતિ બેરલ છે. તેમના અનુસાર, અમેરિકાના સીરિયા પર હુમલાથી મધ્ય-પૂર્વમાં તણાવ વધી જશે.
3/5
ક્રૂડની કિંમત વધવાથી ભારતમાં પણ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો થઈ શકે છે. જેપી મોર્ગને આશંકા વ્યક્ત કરી છે કે પેટ્રોલની કિંમત 90 રૂપિયા પ્રતિ લિટર સુધી જઈ શકે છે. એવામાં મોંઘવારી વધવાનો જોખમ વધી ગયું છે. રોજ નક્કી થતા ભાવનો ભાર પહેલેથી જ આમ આદમી ભોગવી રહ્યો છે. જ્યારે સરકાર એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો કરવાની ના પાડી ચૂકી છે.
4/5
જેપી મોર્ગન અનુસાર, સીરિયાની હાલત વધારે ખરાબ થવાથી મધ્ય-પૂર્વના દેશોમાં ઉથલ પાથલ વધી ગઈ છે. સીરિયા સંકટ હાલમાં ખત્મ થાય તેવી કોઈ શક્યતા નથી. ઉપરાંત ઇરાન પર અમેરિકા અને યૂરોપીયન યૂનિયન દ્વારા પ્રતિબંધની આશંકા વધી ગઈ છે. આવી સ્થિતિમાં ક્રૂડની કિંમતમાં ભડકો થઈ શકે છે. શક્યતા વ્યક્ત કરવામાં આવી છે કે, ક્રૂડની કિંમત 80 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. જો આવું જ રહ્યું તો પેટ્રોલ-ડીઝલ પણ મોંઘા થશે.
5/5
નવી દિલ્હીઃ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ઘટાડાની રાહ જોઈ રહેલા લોકો માટે ખરાબ સમાચાર છે. ક્રૂડ ઓઈલની કિંમતમાં મોટો ઉછાળો આવી શકે છે અને તે 80 ડોલર પ્રતિ બેરલ સુધી જઈ શકે છે. આમ થવા પર ભારતમાં પેટ્રોલની કિંમત 90 રૂપિયા સુધી જઈ શકે છે. તેનાથી મોંઘવારીમાં ભડકો થશે. આ આશંકા વિશ્વની સૌથી મોટી નાણાંકીય અને રિસર્ચ કંપનીઓમાંથી એક એવી જેપી મોર્ગને વ્યક્ત કરી છે. ક્રૂડ 2014ની ઉચ્ચ સપાટી પર છે.