શોધખોળ કરો
Advertisement
મોદી સરકારને ઝટકો, રિઝર્વ બેન્કે GDP ગ્રોથ અનુમાન ઘટાડીને 5 ટકા કર્યું
નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ 6 વર્ષના નીચલા સ્તર 4.5 ટકા પર પહોંચી ગયો છે.
નવી દિલ્હી: ભારતય રિઝર્વ બેન્કે જીડીપીનું અનુમાન ઘટાડી દીધું છે. મૌદ્રિક નીતિ સમીક્ષામાં નાણાકીય વર્ષ 2019-20 દરમિયાન દેશનો જીડીપી ગ્રોથનું અનુમાન 6.1 ટકાથી ઘટાડીને 5 ટકા કરી દીધું છે. રેપો રેટ દર 5.15 ટકા યથાવત રહેશે. ઉલ્લેખનીય છે કે નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ 6 વર્ષના નીચલા સ્તર 4.5 ટકા પર પહોંચી ગયો છે.
આ પહેલા આરબીઆઈએ ઓક્ટોબર મહિનામાં જીડીપી અનુમાન ઘટાડ્યું હતું અને નાણાકીય વર્ષ 2019-20માં જીડીપી ગ્રોથ 6.1 ટકા રહેવાનું અનુમાન લગાવ્યું હતું. આ પહેલા અનેક રેટિંગ એજન્સીઓએ ભારતના જીડીપી ગ્રોથ અનુમાન ઘટાડી દીધું હતું.
ભારતીય રિઝર્વ બેન્કે છેલ્લા 10 મહિનામાં જીડીપી ગ્રોથના અનુમાનમાં 2.4 ટકાનો ઘટાડો કર્યો છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં રિઝર્વ બેન્કે આ અનુમાન લગાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2019-20માં ભારતીય અર્થવ્યવસ્થાનો ગ્રોથ રેટ 7.4 ટકા રહેશે. એપ્રિલ 2019માં આરબીઆઈએ આ અનુમાનને ઘટાડીને 7.2 ટકા કરી દીધું હતું. જૂનમાં જીડીપી 7 ટકા રહેવાનું અનુમાન લગાવ્યું હતું. તેના બાદ ઓગસ્ટ 2019માં અનુમાન ઘટાડીને 6.9 ટકા અન ઓક્ટોબરમાં ઘટાડીને 6.1 ટકા કરી દીધું હતું.Monetary Policy Committee has decreased GDP projection from 6.1% to 5% for 2019-20 https://t.co/vNelqlxYG1
— ANI (@ANI) December 5, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
ક્રિકેટ
Advertisement