શોધખોળ કરો
વડોદરામાં લકઝુરીયસ કારમાં રહસ્યમય રીતે લાગી આગ, અંદર ફસાયેલા અબજોપતિ બિલ્ડરે 5 મિનિટ સુધી પાડી બૂમો પણ........
1/4

પોલીસે કારમાંથી મૃતદેહના અવશેષો કબજે કર્યા હતાં. કારમાંથી બિલ્ડરની કાંડા ઘડિયાળ મળી આવી હતી. આ કાંડા ઘડિયાળ મીહિર પંચાલ જ પહેરતા હોવાનું સ્વજનોએ કહેતા તેના આધારે ઓળખ કરવામાં આવી હતી. તાલુકા પીએસઆઇ બી.ડી. જાડેજાએ કહ્યું હતું કે, FSLની ટીમને બોલાવી છે, DNAના પણ નમૂના લેવડાવીશું. કાંડા ઘડિયાળના કારણે તેની ઓળખ થઇ છે.
2/4

વડોદરાઃ અંકોડિયા એન્ટીકા ગ્રીનની પાછળના ભાગે મંગળવારે બપોરે બિલ્ડરની વૈભવી એન્ડેવર કારમાં રહસ્યમય રીતે આગ લાગી હતી. અગનજ્વાળામાં લપેટાયેલા બિલ્ડરે બચાવ માટે કારમાંથી અંદાજે 5 મિનિટ સુધી હોર્ન માર્યા હતાં. અવાજ સાંભળી નજીકના બંગલાના રહીશે બહાર નીકળીને સળગતી કાર જોઇને સરપંચને જાણ કરતા તેઓ દોડી આવી પાણીની વ્યવસ્થા કરવા દોડધામ કરી હતી. જોકે, મદદ મળે તે પહેલા જ બિલ્ડર કારમાં ભડથું થઇ ગયો હતો. માત્ર ખોપરી સિવાયનું આખુ શરીર ભસ્મીભૂત થઇ ગયું હતું. પ્રાથમિક દ્રષ્ટીએ શોટસર્કિટના કારણે કારમાં આગ લાગી હોવાનું જિલ્લા પોલીસ વડા દુગ્ગલે જણાવ્યું છે.
Published at : 21 Nov 2018 09:23 AM (IST)
View More





















