આ બનાવમાં યુવક ગત વર્ષે ધોરણ 10ની પરીક્ષામાં નાપાસ થયો હતો જ્યારે છોકરી ધોરણ 10માં અભ્યાસ કરી રહી છે. ગામમાં ચર્ચા છે કે બંને વચ્ચે પ્રેમ હતો. ગુરૂવારે છોકરી શાળાએ છૂટી ઘરે જઈ રહી હતી ત્યારે યુવકે તેને રસ્તામાં ઉભી રાખી અને બંને ગામના અવાવરૂ સ્થળ પર ગયા હતા. યુવક પોતાની સાથે ખેતરમાં છાંટવાની ઝેરી દવા સાથે લાવ્યો હતો. યુવક-યુવતી બંનેએ ઝેરી દવા પી લીધી હતી.
2/4
છોકરીએ દવા પી લેવાના મામલે પરિવારજનોએ છોકરા પર આક્ષેપ લગાવ્યા છે. પરિવારે કહ્યું યુવક એક તરફી પ્રેમમાં હતો અને યુવતીને બળજબરીથી ઝેરી દવા પીવડાવી છે. યુવતી હાલ હોસ્પિટલમાં બેભાન છે ભાનમાં આવશે ત્યારે સમગ્ર મામલે સત્ય હકિકત સામે આવશે.
3/4
ઝેરી દવા પીધા બાદ યુવક-યુવતી બેભાન અવસ્થામાં પડયા હતા. કોઈએ ગામના લોકોને જાણ કરી હતી. બંનેના પરિવારના લોકો દોડી આવ્યા હતા અને સારવાર માટે મુવાલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા. બાદમાં ત્યાંથી વડોદરા એસએસજી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં યુવકનું મોત થયુ હતું.
4/4
વડોદરા: વડોદરાના પાદરા તાલુકાના એક ગામમાં પ્રેમનો કરૂણ અંજામ આવ્યો હતો. 17 વર્ષના છોકરાને 15 વર્ષની છોકરી સાથે પ્રેમ થયો હતો. બંનેએ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં છોકરાનું મોત થયુ હતું જ્યારે છોકરી સારવાર હેઠળ છે.