UP ભાજપના ક્યા નેતાએ મમતા બેનર્જીનું માથુ વાઢનારને 11 લાખ રૂપિયા ઇનામ આપવાની કરી જાહેરાત
અલીગઢઃ ઉત્તરપ્રદેશ ભાજપના નેતાએ મમતા બેનર્જીનું માથુ વાઢી લાવનારને 11 લાખ રૂપિયા ઇનામ આપવાની જાહેરાત કરતા નિવેદને રાજકીય ભૂકંપ સર્જ્યો છે. અલીગઢમાં બીજેપી યુથ વિંગના નેતા યોગેશ વાર્ષણેએ કહ્યું હતું કે, જે પણ મમતા બેનર્જીનું માથુ કાપીને લાવશે તેને હું 11 લાખ રૂપિયા આપીશ.
વાસ્તવમાં પશ્વિમ બંગાળમાં બીરભૂમમાં હનુમાન જયંતીના અવસર પર હિન્દુ જાગરણ મંચ દ્ધારા કાઢવામાં આવેલા સરઘસ પર પોલીસે લાઠીચાર્જ કરવા મામલે બીજેપી નેતાએ આ નિવેદન આપ્યું હતું. હાલમાં આ નિવેદનનો વીડિયો વાયરલ થયો છે.
એક રિપોર્ટ પ્રમાણે હિન્દુ જાગરણ મંચના કાર્યકર્તાઓએ સૂરી નગરમાં હનુમાનજયંતિ પર એક સરઘસ કાઢ્યું હતું. હજારો કાર્યકર્તાઓ જય શ્રી રામના નારા સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા. જોકે, પોલીસે તેઓને સરઘસની મંજૂરી આપી નહોતી. જેને કારણે સૂરીના બસ સ્ટેન્ડ પર પોલીસે સરઘસને રોક્યું હતું. જેને લઇને પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે હિંસક ઝડપ થઇ હતી.
ત્યારબાદ પોલીસે ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો હતો. હિંસક ઘટના બાદ વિસ્તારમાં રેપિડ એક્શન ફોર્સ પર તૈનાત કરવામાં આવી હતી. લગભગ 10 કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.