શોધખોળ કરો
અમદાવાદમાં એક કા તીનના કૌભાંડમાં પાલડીના એક વ્યક્તિએ ગુમાવ્યા 24 લાખ રૂપિયા?
એક કા તીન ના કૌભાંડી ઝહિર રાણાની વાતોમાં ફસાઈને અનેક લોકોએ પોતાની મહેનતની કમાણી ગુમાવી છે. પાલડી માં આવેલી ભગવાન નગર ચાલીમાં રહેતા જનક સિંહ પરમારે 2011માં પોતાની કમાણીના રૂ. 24 લાખ ખર્ચીને ઝહિર રાણાની એક સ્કીમમાં રોકાણ કર્યું હતું. વટવામાં એક duplex મકાનની સ્કીમમાં મકાન દીઠ 8 લાખ પેટે 3 મકાનના રૂપિયા 24 લાખ ઝહિર રાણાએ પડાવ્યા હતા. 2011 થી 2014 સુધી પણ મકાન નું કોઈ કામ શરૂ ના થતાં પૂછપરછ કરતા ઝહિર રાણા ગલ્લા તલ્લા કરીને ફરાર થયો હતો. ત્યારે જનક પરમાર દ્વારા તપાસ કરવામાં આવી ત્યારે તેમને ખબર પડી કે આ તો અગાઉથી 800 કરોડનો કૌભાંડી છે
આગળ જુઓ





















