Patan Crime : પાટણમાં પુરુષને જીવતો સળગાવી પહેરાવ્યા મહિલાના કપડા ને પગમાં પાયલ
Patan Crime : પાટણમાં પુરુષને જીવતો સળગાવી પહેરાવ્યા મહિલાના કપડા ને પગમાં પાયલ
સાંતલપુરના જાખોત્રા ગામે ફિલ્મી ઢબે આઘેડની કરાઈ હત્યા. પ્રેમી પંખીડાએ બોલીવુડ ફિલ્મ જોઈ રચ્યો હત્યાનો પ્લાન. સાંતલપુરના જાખોત્રા ગામની યુવતી પ્રેમી સાથે ભાગતા પહેલા હત્યાને આપ્યો હતો અંજામ. યુવતી પ્રેમી સાથે ભાગી એ ઘટનાને અકસ્માતમા ખપાવવાનો કર્યો પ્રયાસ. પોતે પ્રેમી સાથે ભાગી એ કોઈ ને ખબર ન પડે એ માટે ઘડ્યો હતો પ્લાન.
યુવતી ભાગી એ પહેલા ઘટનાને મોતમાં ખપાવવા ધડ્યો હતો પ્લાન. વોંવા ગામના આઘેડ હરજીભાઇ સોંલકીનો લીધો ભોગ. વૃદ્ધને આગ ચાંપીને મહિલાના કપડાં પહેરવાને એ યુવતીને મરી ગયેલ ઓળખ ઉભી કરવાનો હતો પ્લાન. જે માટે યુવતી અને પ્રેમીએ મળી આઘેડને પોતાના કપડાં તેમજ પગમાં ઝાંઝર પહેરાવી મોતને ઘાટ ઉતારવાનો હતો પ્લાન. આધેડને પ્રથમ ગળે ટૂંપો દઈ હત્યા કરી ત્યાર બાદ પેટ્રોલ છાંટી આગ ચાંપી હતી. ગીતા આહિર અને પ્રેમી ભરત આહિર બન્ને એ રચ્યો હતો પ્લાન. બન્ને પ્રેમી હત્યારાને પોલીસ ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.





















