શોધખોળ કરો
રાજકોટના જેતપુરના નાના ચોક વિસ્તારમાં સોના સહિત 42 લાખ રૂપિયાની લૂંટ, જુઓ વીડિયો
રાજકોટના જેતપુરમાં ધોળે દિવસે સોના સહિત 42 લાખ રૂપિયાની લૂંટની ઘટના બની હતી. જેતપુરના નાના ચોક વિસ્તારના રમકાંત રોડ પર સોની બજારમાં અજાણ્યા બાઈક ચાલકોએ વેપારી ચીમનભાઈ વેકરીયાને રસ્તામાં આંતરી આંખમાં ચટણી નાખી લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. લૂંટની ઘટનાની જાણ થતા રાજકોટ ગ્રામ્ય SP સહિત પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. ભોગ બનનાર યુવક મૂળ ધોરાજીનો રહેવાસી છે. અને વિટી, બુટ્ટી સહિત સોનાના હોલસેલ ટ્રેડિંગના વેપાર સાથે જોડાયેલ છે. લૂંટારુઓ 700થી 800 ગ્રામ સોનુ, બે લાખ રૂપિયા રોકડા સહિત અંદાજિત 40થી 42 લાખ રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા.
આગળ જુઓ




















