Valsad Students Scuffle : વલસાડમાં વિદ્યાર્થીઓ વચ્ચે છુટ્ટા હાથની મારામારી, સામે આવ્યો વીડિયો
Valsad Students Scuffle : વલસાડમાં વિદ્યાર્થીઓ વચ્ચે છુટ્ટા હાથની મારામારી, સામે આવ્યો વીડિયો
વલસાડમાં વિદ્યાર્થીઓ વચ્ચે છુટ્ટા હાથની મારામારીની ઘટના બની હતી, જેનો વીડિયો સામે આવ્યો છે. સ્કૂલ પરિસરની બહાર જ જાહેર માર્ગ પર વિદ્યાર્થીઓ વચ્ચે થઈ મારામારી. વલસાડની જાણીતી આર.એમ.વી.એમ. સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ વાતને લઈને બોલાચાલી થઈ હોવાની ચર્ચા છે.
સ્કૂલમાં થયેલી સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. સ્કૂલ છૂટતાની સાથેજ સ્કૂલ ની બહાર વિદ્યાર્થીઓ મારામારી પર ઉતરી આવ્યા હતા. મારામારીના દ્રશ્યો મોબાઈલમા કેદ થયા છે. જોકે આ ઘટનામાં કોઈ પોલીસ ફરિયાદ થઈ નથી. જોકે, વિદ્યાર્થીઓ મુદ્દે કયા મુદ્દે બોલાચાલી થઈ અને પછી મારામારી પર ઉતરી આવ્યા તેનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. તેમજ હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ પણ થઈ નથી.





















