Amreli Crime | અમરેલીમાં એકતરફી પ્રેમીએ યુવતી પર કર્યો હુમલો, ધારાસભ્ય કૌશિક વેકરિયાએ શું કહ્યું?
Amreli Crime | અમરેલીમાં એકતરફી પ્રેમીએ યુવતી પર કર્યો હુમલો, ધારાસભ્ય કૌશિક વેકરિયાએ શું કહ્યું?
અમરેલીમાં યુવતી પર જીવલેણ હુમલાનો કેસ. ધારાસભ્ય કૌશિક વેકરિયા પહોંચ્યા સિવિલ હોસ્પિટલ. કૌશિક વેકરિયાએ યુવતીના પૂછ્યા ખબર અંતર. આરોપીઓ સામે કડક કાર્યવાહીનું કૌશિક વેકરિયાએ આપ્યું આશ્વાસન. વિપુલ અને અન્ય એક અજાણ્યા એક શખ્સ પર હુમલાનો આરોપ. યુવતી સાથે જબરજસ્તી સંબંધ રાખવાના પ્રયાસનો વિપુલ પર આરોપ.
આ અંગેની વિગતો એવી છે કે, ગઈ કાલે યુવતી પર જાહેરમાં જ યુવકે હુમલો કરી દીધો હતો. પહેલા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. યુવકે યુવતીને સંબંધ રાખવા માટે ધમકાવી હતી. જોકે, યુવતીએ પ્રેમસંબંધનો ઇનકાર કરી દેતા એકતરફી પ્રેમીએ યુવતી પર હુમલો કરી દીધો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં જ યુવકને ઝડપી લીધો હાવાનું જાણવા મળ્યું છે. વીડિયોમાં જુઓ સંપૂર્ણ અહેવાલ





















