શોધખોળ કરો
Advertisement
ખાનગી શાળાઓ માટે ફી અંગેના નિયમો જાહેર, જાણો શું છે નવા નિયમો?
ગાંધીનગરઃ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ફિ નિયમન સમિતિની રચના અંગેના નિયમ જાહેર કર્યા હતા. આ સાથે સ્વનિર્ભર શાળાઓએ પોતાની શાળાની ફી નિર્ધારણ કરવા માટે ફી નિયમન સમિતિ સમક્ષ નિયમાનુસાર કાર્યવાહી કરીને આગામી શૈક્ષણિક સત્ર માટે પોતાની ફી નિર્ધારિત કરવાની રહેશે. સેલ્ફ ફાયનાન્સ સ્કૂલની ફી નક્કી કરવા માટે નક્કી કરાયેલા નિયમ અંતર્ગત શાળાએ પોતાની દરખાસ્ત ફોર્મ-2માં તૈયાર કરીને સત્વરે ફી નિયમન સમિતિ સમક્ષ રજૂ કરવાની રહેશે. આ વર્ષે દરખાસ્ત સાથે છેલ્લા બે વર્ષના ઓડીટ એકાઉન્ટ્સ તથા ચાલુ વર્ષના એકાન્ટ માટે ચાર્ટડ એકાઉન્ટન્ટનું પ્રમાણપત્ર આપવાનું રહેશે. જે શાળાઓએ ફી નિર્ધારણ અંગેની આવી દરખાસ્ત ન કરી હોય કે અધૂરી દરખાસ્ત કરી હોય તેવા કિસ્સામાં ફી નિર્ધારણ સમિતિ સુઓમોટો વિચારણા રહેશે.
એટલું જ નહીં, આ નિયમોનો ભંગ કનાર શાળાઓ સામે દંડની જોગવાઈ કરવામાં આવી છે, જે પ્રમાણે પહેલી વાર ભંગ માટે રૂ. પાંચ લાખ, બીજીવાર ભંગ માટે રૂ. પાંચ લાખથી 10 લાખ સુધીનો દંડ વસૂલાશે, જો ત્રીજાવાર કોઈ શાળા આ નિયમનો ભંગ કરશે, તો શાળાને આપેલી માન્યતા રદ થશે અને એન.ઓ.સી. પરત ખેંચવાની કાર્યવાહી કરાશે.
જે શાળા સંચાલકોએ ફી નિર્ધારણ સમિતિ દ્વારા નિયત થયેલ ફી કરતા વધુ ફી વિદ્યાર્થીઓ-વાલીઓ પાસેથી લીધી હોય તે પરત કરવાની રહેશે. દંડની અને રીફંડની રકમ હુકમ મળ્યાના 15 દિવસની અંદર શાળાએ ચૂકવી દેવાની રહેશે, જો તેમા પણ ચૂક થાય તો દંડ અને રીફંડની કુલ રમક ચૂકવવામાં આવે ત્યાં સુધી દરેક દિવસ માટે એી રકમના 1 ટકા જેટલો દંડ લેવામાં આવશે તેમ છતા 3 મહિનામાં દંડ અને વધારાની ફી ચૂકવવામાં ચૂક કરે તો વણચુકવાયેલી સમગ્ર રકમ જમીન મહેસૂલની બાકી તરીકે વલૂસ કરાશે.
ફી નિયમન સમિતિએ નક્કી કરેલ ફી નિર્ધારણથી કોઈ શાળા નારાજ હોય તો તેને માટે પણ આ નિયમોમાં જોગવાઈ કરાઈ છે તે નિયમો અંતર્ગત આવી શૈક્ષણિક સંસ્થાઓ પ્રોસેસ ફી ભરીને ફી રિવીઝન કમિટી સમક્ષ રજૂઆત કરી શકશે.
ચુડાસમાએ જણાવ્યું હતું કે, પૂર્વ પ્રાથમિક શાળા માટે રૂ. 15 હજાર, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક(સામાન્ય પ્રવાહ) માટે રૂ. 25 હજાર અને ઉચ્ચત્તર માધ્યમિક (વિજ્ઞાન પ્રવાહ) માટે 27 હજારથી ઓછી ફી લેતી શાળાઓ ગતવર્થની ફીની સરખામણીમાં જો અસાધારાણ વધારો કરે તો આવી શાળાઓની ચકાસણી સમિતિ કરી શકે છે.

જામનગર
Jamnagar Demolition: કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો! જામનગરમાં ફરી વળ્યું દાદાનું બુલડોઝર
Weather Forecast: કડકડતી ઠંડીમાં ઠુંઠવાવા માટે થઈ જજો તૈયાર: હવામાન વિભાગની શું કરી આગાહી
Vadodara News: વડોદરામાં ઠંડી વચ્ચે શાળાના સમયમાં ફેરફારની વાલી મંડળની માગ
BZ Group Scam: મહાઠગ ભુપેન્દ્ર ઝાલાની મિલકતોનો પર્દાફાશ કરવા CID ક્રાઈમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
Ahmedabad News: બ્લેકલિસ્ટ થયા બાદ અજય ઈન્ફ્રાને બનાવવો છે હાટકેશ્વર બ્રિજ, જુઓ VIDEO
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
બિઝનેસ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion