Ahmedabad News: બ્લેકલિસ્ટ થયા બાદ અજય ઈન્ફ્રાને બનાવવો છે હાટકેશ્વર બ્રિજ, જુઓ VIDEO
અમદાવાદના હાટકેશ્વર બ્રિજમાં ભ્રષ્ટાચાર થયો છતા અજય ઈન્ફ્રાસ્ટ્રક્ચરને હજુ પણ નાણા કમાવવાની ભૂખ સંતોષાતી નથી. અજય ઈન્ફ્રાસ્ટ્રક્ચરે અમદાવાદ મહાનગર પાલિકાના કમિશનરને પત્ર લકીને હાટકેશ્વર બ્રિજ બનાવવા અંગે કામ સોંપાય તેવી માગણી કરતો પત્ર લખ્યો છે. બ્લેકલિસ્ટ થયા બાદ પણ અજય ઈન્ફ્રાસ્ટ્રક્ચરને હાટકેશ્વર બ્રિજ બનાવવો છે. ત્યારે અજય ઈન્ફ્રાસ્ટ્રક્ચરે લખેલા પત્રમાં ટેન્ડર પ્રક્રિયા કરી રહ્યા છો તે બ્રિજ બનાવવા માટે તે પ્રજાના પૈસાનો વ્યય હોવાનો ઉલ્લેખ કરાયો છે. સાથે જ પત્રમાં 10 વર્ષની ડીએલપી સાથે અમે ફરીથી બ્રિજ બનાવીશું તેવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પત્રમાં અજય ઈન્ફ્રાસ્ટ્રક્ચરે માન્યું કે બ્રિજને તોડવો પડે તેવી સ્થિતિ છે તે અમે માનીએ છીએ।. ત્યારે હાલ 118 કરોડના ટેન્ડરની પ્રક્રિયા અટકી પડી હોવાની સ્થિતિ છે. દોઢ મહિના પહેલા જ બ્રિજ મામલે રાજસ્થાનની કંપનીએ ચર્ચા બાદ હજુ પણ ટેન્ડર મંજૂર નથી કર્યુ..