Kangana Ranaut Controversy | 3 કૃષિ કાયદાઓ લાગૂ ફરી લાગુ કરવાના કંગનાના નિવેદનથી ગરમાયું રાજકારણ
હિમાચલ પ્રદેશના મંડીથી ભાજપ સાંસદ કંગના રણૌતે પાછા ખેંચી લેવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાઓ પર નિવેદન આપીને ફરી એકવાર વિવાદ સર્જ્યો છે.
કંગના રણૌતે શું કહ્યું?
કંગના રનૌતે કૃષિ કાયદા અંગે કહ્યું હતું કે, 'હું જાણું છું કે આ નિવેદન વિવાદાસ્પદ હોઈ શકે છે, પરંતુ ત્રણેય કૃષિ કાયદા ખેડૂતોના હિતમાં હતા અને તેનો ફરીથી અમલ થવો જોઈએ. ખેડૂતોએ પોતે તેનું સમર્થન કરવું જોઈએ.' જો કે પાર્ટીએ કંગનાના આ નિવેદન પર પાછીપાની કરી લીધી છે.
કંગનાના નિવેદન પર પાર્ટીએ કરી સ્પષ્ટતા
પાર્ટી દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં, ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કહ્યું કે, 'કેન્દ્ર સરકાર દ્વારા પાછા ખેંચી લેવામાં આવેલા કૃષિ કાયદાના વિષયમાં સોશિયલ મીડિયા પર કંગના રણૌતનું નિવેદન વાયરલ થઈ રહ્યું છે. હું સ્પષ્ટ કરવા માંગુ છું કે આ કંગના રનૌતનું અંગત નિવેદન છે. કંગના રનૌત પાર્ટી વતી સત્તાવાર નિવેદન આપવા માટે અધિકૃત નથી. તેમનું નિવેદન કૃષિ કાયદાઓ પર પક્ષનો મત નથી. અમે આ નિવેદનની નિંદા કરીએ છીએ.'