Ahmedabad Muder: સામાન્ય બાબતમાં યુવકની છરી મારીને હત્યા, પેટ્રોલિંગ વખતે પોલીસ કરી રહી હતી આરામ
Ahmedabad LIVE Muder | સામાન્ય બાબતમાં યુવકની છરી મારીને હત્યા, પેટ્રોલિંગ વખતે પોલીસ કરી રહી હતી આરામ
અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલા કર્ણાવતી એપાર્ટમેન્ટ પાસે નજીવી બાબતે યુવકની હત્યા કરી દેવામાં આવી છે.. વિશાલ શ્રીમાળી અન્ય કેટલાક લોકો સાથે એપાર્ટમેન્ટ પાસે ઊભો હતો ત્યારે જયસિંહ સોલંકી નામનો વ્યક્તિ અપશબ્દ બોલતો હતો.. અપશબ્દો બોલવાનો ઈન્કાર કરતા જયસિંહ સોલંકી ઉશ્કેરાી ગયો અને વિશાલ શ્રીમાળી પર છરીના ઉપરા છાપરી ઘા કરી દીધા હતા.. આ ઝઘડામાં ત્યાં હાજર અન્ય કેટલાક લોકોને પણ ઈજા પહોંચી હતી.. સૌથી ચોંકાવનારી અને ગંભીર બાબત તો એ છે કે એક તરફ જાહેરમાં હત્યા થઈ અને બીજી તરફ પોલીસ પેટ્રોલિંગ વખતે સુઈ રહી હતી.....




















