Hu to Bolish | હું તો બોલીશ | મત આપ્યા, પાણી આપો
પાટણ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી સાંસદપદે તો ચૂંટાયા...પરંતુ નજીવી લીડથી...ભરતસિંહ ડાભીએ કૉંગ્રેસના ચંદનજી ઠાકોરને 31 હજાર, 876ની લીડથી હરાવ્યા...જેમાં પાટણ લોકસભા બેઠકમાં આવતી રાધનપુર વિધાનસભામાંથી જ ભાજપને 34 હજાર, 706 મતની લીડ મળી...એવામાં રાધનપુરના ભાજપ ધારાસભ્ય લવિંગજી ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખ્યો....પત્રમાં લવિંગજી ઠાકોરે ધ્યાન દોર્યું કે, રાધનપુરથી ભાજપને સારી લીડ મળી... તો હવે નર્મદા કેનાલ... રસ્તા... પાણી... આરોગ્ય... શિક્ષણ જેવા મહત્વના પ્રશ્નોનો ઉકેલ આવવો જોઈએ...રાધનપુરના છેવાડાના ગામોમાં વર્ષોથી પીવાનું પૂરતું પાણી નથી મળી રહ્યું... નલ સે જલની કામગીરી રૂપે મસમોટી ટાંકી તો બનાવાઈ... તેમ છતાં પાણીની પારાયણ છે...મહિલાઓને દૂર-દૂર સુધી પાણી ભરવા માટે જવું પડે છે.. અહીં કેનાલ પણ છે.. પરંતુ ખાલીખમ... જેને લઈ ખેડૂતોમાં નારાજગી છે...