(Source: ECI/ABP News/ABP Majha)
Hun To Bolish | હું તો બોલીશ | આ ચોમાસામાં લીલો દુકાળ?
Hun To Bolish | હું તો બોલીશ | આ ચોમાસામાં લીલો દુકાળ?
દેવભૂમિ દ્વારકા જિલ્લો... જ્યાં આ સીઝનમાં વરસી ચૂક્યો છે 253 ટકા વરસાદ... જેને લઈ જિલ્લામાં લીલો દુષ્કાળ જાહેર કરવાની માગ ઉઠી છે...ખેડૂતો સાથે કૉંગ્રેસના આગેવાનો કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને માગ કરી કે કેન્દ્ર સરકારના નિયમ મુજબ લીલો દુષ્કાળ જાહેર કરવામાં આવે...કૉંગ્રેસે માગ કરી કે ખેડૂતોએ લીધેલું પાક ધીરાણ સંપૂર્ણ માફ કરવામાં આવે... સાથે જ સર્વે કરી ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે...પશુપાલકોને પણ સહાય ચૂકવવાની કૉંગ્રેસે માગ કરી...છેલ્લા 45 દિવસથી માછીમારો દરિયો ખેડી શક્યા નથી... જેથી તેમની હાલત કફોડી બનતા તેમને પણ સહાય ચૂકવવાની રજૂઆત કરાઈ....
રાજકોટ જિલ્લાનો ધોરાજી અને ઉપલેટા તાલુકો... જેને લીલો દુષ્કાળ જાહેર કરવાની કૉંગ્રેસે માગ કરી...ધોરાજી તાલુકામાં આ સીઝનમાં 178 ટકા વરસાદ વરસી ચૂક્યો છે...તો ઉપલેટા તાલુકામાં 131 ટકા વરસાદ વરસી ચૂક્યો છે...અતિવૃષ્ટિના કારણે ખેતરોમાં ધોવાણ થયું છે... તો પશુપાલકોને પણ ભારે નુકસાન થયું છે...એવામાં આજે જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ લલિત વસોયાની આગેવાનીમાં રેલી કઢાઈ અને મામલતદારને આવેદનપત્ર આપી માગ કરાઈ કે ધોરાજી અને ઉપલેટા તાલુકામાં લીલો દુષ્કાળ જાહેર કરી અસરગ્રસ્તોને સહાય આપવામાં આવે...કૉંગ્રેસે માગ કરી કે, આ બંને તાલુકામાં પાક નુકસાનીને લઈ તુરંત સર્વે કરવામાં આવે...
રાજ્ય સરકાર કુદરતી આપદામાં સામાન્ય રીતે SDRF એટલે કે સ્ટેટ ડીઝાસ્ટર રિલીફ ફંડમાંથી નિયત ધારા ધોરણો મુજબ સહાયની ચુકવણી કરતી હોય છે....એટલું જ નહીં અસામાન્ય સંજોગો હોય અથવા લાગે કે નુકસાન પ્રવર્તમાન ધારાધોરણો મુજબ સહાય ચુકવણી કરતાં ઘણું વધારે છે ત્યારે SDRFની સાથે સાથે રાજ્ય સરકાર પોતાના બજેટમાંથી પણ વધુ રૂપિયાની નાણાકીય ફાળવણી કરી શકે છે....અને ભૂતકાળમાં ઘણા કિસ્સામાં તેવી સહાયની જાહેરાત થઈ પણ છે...SDRFમાં પણ 40% રાજ્ય સરકાર ભોગવે છે જ્યારે 60% હિસ્સો કેન્દ્ર સરકારનો હોય છે...SDRF મુજબ હંગામી સ્થળાંતરના સંજોગોમાં કેશડોલ્સ... ઘરવખરી નુકસાન સહાય...મકાન નુકસાન સહાય...માનવ તેમજ પશુ મૃત્યુ સહાય...મહત્તમ 2 હેક્ટર સુધીમાં પાક નુકસાની અને જમીન ધોવાણ સહાય મળવાપાત્ર છે.....માનવમૃત્યુના કિસ્સામાં મૃતકદીઠ 4 લાખ રૂપિયા તેમના પરિજનને સહાય મળવાપાત્ર છે....કુદરતી આપદાના કિસ્સામાં ઘરમાં પાણી ભરાયું હોય, મકાન ક્ષતિગ્રત થયું હોય અથવા બે દિવસથી વધારે સમયસુધી પાણી ભરાયું હોય તેવા કિસ્સામાં મહત્તમ 5 હજાર રૂપિયા ઘરવખરી સહાય મળે છે....મકાન સંપૂર્ણ ક્ષતિગ્રત અથવા નષ્ટ થવાના કિસ્સામાં મકાન દીઠ એક લાખ 20 હજાર રૂપિયા સહાયની જોગવાઈ છે.... કૃષિ પાક નુકસાની સામે મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં પિયત બિનપિયત પ્રતિ હેક્ટર 8500થી 17 હજાર રુપિયા... દૂધાળું પશુ મૃત્યુના કિસ્સામાં 4000થી 37 હજાર 500 રૂપિયા.... બિન દૂધાળુ પશુ મૃત્યુના કિસ્સામાં 20 હજારથી 32 હજાર રૂપિયાની SDRF હેઠળ જોગવાઈ છે....