Hun To Bolish | હું તો બોલીશ | અધિકારીઓમાં 'ગઠિયા ગેંગ'!
Hun To Bolish | હું તો બોલીશ | સાગઠિયા જેવો જ ગઠિયો અમદાવાદ કોર્પોરેશનનો લાંચિયો અધિકારી હર્ષદ ભોજક ઝડપાયો...આસિસ્ટન્ટ TDO તરીકે ફરજ બજાવતા હર્ષદ ભોજક અને સહ આરોપી આશિષ પટેલ જમીનના ટીડીઆર સર્ટિફિકેટ માટે ગઈકાલે 20 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા...લાંચ લેતા ઝડપાયા બાદ ACBએ તેના ઘરે પણ તપાસ કરી... તો ઘરમાંથી 73 લાખ રોકડ રૂપિયા અને સાડા ચાર લાખની કિંમતનું સોનાનું બિસ્કિટ મળી આવ્યું...ACB હવે તેના 3 બેંક એકાઉન્ટ અને એક બેંક લોકરની તપાસ કરશે.....હાલ હર્ષદ ભોજકને આ મુદ્દે સસ્પેન્ડ કરાયા છે....20 લાખની લાંચ લેવાના કેસમાં કોર્ટે 5 ઓગસ્ટ સુધીના કોર્ટે તેના રિમાન્ડ મંજૂર કર્યા છે....ACBનું કહેવું છે કે, હર્ષદ ભોજક તપાસમાં સહકાર નથી આપી રહ્યા... સવાલ એ ઉઠી રહ્યા છે કે, આટલી મોટી રકમની લાંચ શું તેમણે એકલાએ જ માગી હતી.. કે પછી અન્ય અધિકારીઓ પણ લાંચકાંડમાં સામેલ છે...ફરિયાદીની અમદાવાદ શહેરમાં વડીલો પાર્જિત જમીનમાં મકાનો અને દુકાનો હતી... જે મહાનગરપાલિકાએ કબજો લઈ તોડી નાખી હતી...ફરિયાદીએ કાયદાકીય પ્રક્રિયા કરતા તેને કહેવાયું હતું કે, જરૂરી પુરાવા રજૂ કરવાથી મહાનગરપાલિકા વૈકલ્પિક વ્યવસ્થા કરી આપશે...હર્ષદ ભોજકે કામ પતાવવા માટે ફરિયાદી પાસેથી 50 લાખની લાંચ માગી હતી... રકઝક બાદ 20 લાખનું નક્કી થયું હતું.....