Hun To Bolish : હું તો બોલીશ: APMCમાં હિત કોનું?
ભાજપ સાંસદ મનસુખ વસાવા. જેમણે ખેડૂતોના સમર્થનમાં નર્મદા જિલ્લા કલેક્ટરને પત્ર લખ્ય. પત્રમાં મનસુખ વસાવાએ આરોપ લગાવ્યો કે, ડેડિયાપાડા માર્કેટ યાર્ડમાં વેપારીઓ ખેડૂતોને છેતરી રહ્યા છે. મગ... મકાઈ જેવી જણસી લઈ ખેડૂતો જ્યારે ડેડિયાપાર્ડ યાર્ડમાં પહોંચે છે. ત્યારે તેમની જણસી લેવામાં આવતી નથી...પરિણામે ખેડૂતોને છૂટક વેચવાનો વારો આવે છે...એટલું જ નહીં. વેપારીઓ ખેડૂતોને ભાવ કહે છે.. પરંતુ ખેડૂતો જ્યારે ટેમ્પો ભરી માલ વેચવા જાય છે. ત્યારે ભાવ બદલાઈ જાય છે. ડેડિયાપાડા માર્કેટ યાર્ડની સત્તા કૉંગ્રેસ પાસે છે. એવામાં મનસુખ વસાવાએ આરોપ લગાવ્યો કે વેપારીઓ યાર્ડના સત્તાધીશો સાથે સેટિંગ કરી ખેડૂતોને છેતરે છે. જવાબમાં ડેડિયાપાડા માર્કેટ યાર્ડના વાઈસ ચેરમેને સાંસદ મનસુખ વસાવાના આરોપોને ફગાવ્યા.





















