Hun To Bolish : હું તો બોલીશ : અર્ધસત્ય
ગુજરાતમાં હવામાનની હિટવેવની આગાહી વચ્ચે અચાનક રાજકીય પારો ઊંચકાઈ ગયો છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે સોશિયલ મીડિયા એક્સ પર એક સ્ક્રિનશોટ શેયર કરી ગુજરાતના શિક્ષણ મોડલ પર સવાલ ઉભા કર્યા.અધૂરાંમાં પૂરું હોય તેમ અરવિંદ કેજરીવાલે પણ અખિલેશના સૂરમાં સૂર પૂરાવતા ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા પર પ્રશ્નો ઉઠાવ્યા. પરંતુ રાજ્ય શિક્ષણમંત્રી પ્રફૂ્લ્લ પાનસેરીયાએ અખિલેશ યાદવ અને અરવિંદ કેજરીવાલ પર ખોટી અને ભ્રામક માહિતી ફેલાવવાનો આરોપ મુક્યો. તેમણે કહ્યું કે નિષ્ફળ નેતાઓ નકલી બોર્ડના પરિણામોને લઈ છેતરપિંડીનો પ્રયાસ કરી રહ્યા છે..
સૌ પ્રથમ જોઈ લઈએ કે અખિલેશ યાદવે શું પોસ્ટ કરી જેના કારણે આ સમગ્ર વિવાદ છેડાયો. સોશિયલ મીડિયા એક્સ પરની આ પોસ્ટમાં અખિલેશે લખ્યું કે ગુજરાત મોડેલ ફેઈલ થઈ ગયું, ગુજરાતમાં ઘોરણ 10ની બોર્ડ પરીક્ષામાં 157 શાળામાંથી એક પણ વિદ્યાર્થીથી પાસ ના થયો. ભાજપ હટાવીશું . ભવિષ્ય બચાવીશું.
હવે જોઈએ કે અરવિંદ કેજરીવાલે શું લખ્યું.. અખિલેશની પોસ્ટ પર ટેગ કરતાં કેજરીવાલે લખ્યું કે આ ગુજરાત મોડેલ છે. આ ભાજપનું મોડેલ છે જે દેશભરમાં લાગુ કરવા ઈચ્છે છે. આ ડબલ એન્જિન મોડેલ છે. તેઓ સમગ્ર દેશને અભણ રાખવા માગે છે. તમે મને એક રાજ્ય એવું બતાવો જ્યાં ભાજપની સરકાર હોય અને તેમણે શિક્ષણનો કબાડોના કરી નાખ્યો હોય.. આ જ મોડેલ હેઠળ હવે દિલ્લીની શિક્ષણ વ્યવસ્થાને ધ્વસ્ત કરવમાં લાગ્યા છે.





















