Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બાબા
કથાકાર અને હંમેશા વિવાદોમાં રહેતા અનિરુદ્ધાચાર્ય. લાગે છે આ બાબાની આદત મહિલાઓનું અપમાન કરવાની થઈ ચૂકી છે. સતત એવા નિવેદનો આપે છે જે સભ્ય સમાજમાં બિલકુલ સહન ન થઈ શકે. કાલે તેમણે મહિલાઓને લઈને એક અશોભનીય ટિપ્પણી કરી. જેના માટે તેમને ભારે વિરોધનો સામનો કરવો પડ્યો. દેશના ઘણા રાજ્યોની મહિલાઓ તેમના આ બેફામ બોલ પર રોષ વ્યક્ત કરી રહી છે. અનેક જગ્યાએ અનિરુદ્ધાચાર્ય વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની માંગ થઈ રહી છે.
ચારેય તરફ આક્રોશ બાદ હવે અનિરુદ્ધાચાર્યએ તેમના નિવેદન પર માફી માંગી છે.જો કે, માફી પણ માંગતા સમયે અનિરુદ્ધાચાર્યે પોતાના બેશરમ શબ્દોથી મહિલાઓના ગૌરવને ઠેસ પહોંચાડવાનું બંધ ન કર્યું. તે પણ સાંભળી લો.
અનિરુદ્ધાચાર્યએ પોતાના સ્પષ્ટીકરણમાં કહ્યું કે, તેમણે આ નિવેદન બધી સ્ત્રીઓ માટે નથી આપ્યું પરંતુ કેટલીક સ્ત્રીઓ માટે આપ્યું છે... આ સાથે, તેઓ એ વાત પર પણ અડગ છે કે. કેટલીક સ્ત્રીઓ લગ્ન પહેલા ચાર જગ્યાએ જાય છે. શા માટે તેઓ થોડીક સ્ત્રીઓના નામે બધી સ્ત્રીઓને નીચું બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. શું તેમણે છોકરીઓને પ્રમાણપત્ર આપવાનું શરૂ કર્યું છે?. કથાવાચનનું મંચ ભગવદગીતા કથા કહેવા માટે છે... આવી બકવાસ વાતો કરવા માટે નહીં. હજારો અને લાખો લોકો તેમને સાંભળવા માટે ત્યાં આવે છે અને જો તેમનાથી પ્રેરિત થઈને, કોઈ તેમના ઘરની દીકરીઓ પર પ્રતિબંધો લાદવાનું શરૂ કરે છે, તો તે છોકરીનું શું થશે...?





















