Hun To Bolish : હું તો બોલીશ : ભાગો સિંહ આવ્યા
ગીર સોમનાથનું કોવાયા ગામ..શનિવારે રાત્રે લગભગ 12 થી 12.30 વાગ્યાની વચ્ચે L&T કંપની પાસેનો એક વિડિયો વાયરલ થયો. ભરબજારમાં સિંહ પરિવાર આવી પહોંચ્યો. કોવાયા ગામે કોઈના કોઈ કામ અર્થે નીકળેલા કે ત્યાં બેસેલા લોકો તેમજ વેપારીઓના પરસેવા છોડાવી દે તેવી સ્થિતી બની. હિંમત જૂઓ આ પાનની દુકાનદારની તેની નજર સામે દુકાનના આંગણે સિંહનું ટોળુ હતું અને દુકાન પણ ખુલ્લી હતી અને તેણે વિડિયો બનાવ્યો. દિવાળીનો સમય છે દુકાનો મોડે સુધી ખુલ્લી રહેતી હોય છે...એવામાં સિંહોના આંટાફેરાથી ગામમાં ભયનો માહોલ હતો.
ગીર સોમનાથના ઉનાના સંજવાપુરા ગામમાં સિંહોના આંટાફેરા. સિંહોના ટોળાએ પશુઓ પર કર્યો હુમલો. શિકારની શોધમાં આવેલા સિંહોના કારણે ગામલોકોમાં ચિંતા અને ભયનો માહોલ. સિંહના હુમલાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં થઈ કેદ..
જૂનાગઢના વિજાપુર ગામના પાદરમાં અડધી રાતે સિંહ આવી ચડ્યો...શિકારની શોધમાં રેવન્યુ વિસ્તારમાં સિંહ ફરતો હતો...સિંહ દેખાતા વનવિભાગ સક્રિય થયું છે....





















