Hun To Bolish | હું તો બોલીશ | ભૂવાઓ કેમ ભૂલે છે ભાન?
ભુવાઓ અને વિવાદ જાણે એકબીજાના સમાનાર્થી બની ગયા હોય તેમ ભુવાના નિવેદનોને લઈને વારંવાર વિવાદનો મધપૂડો છંછેડાય છે. કાકરેજના અરડુવાડાના ટીના ભુવાજી ડીજે પર પ્રતિબંધને લઈ વીડિયો વાયરલ થયો છે. જેમાં ભૂવાજી સાંસદ ગેનીબેનને ચેલેન્જ આપે છે. ભલે ગેનીબેને કીધુ હોય પણ ડીજે બંધ નહીં થાય. ફોન કરીને કહી દેજો ગેનીબેન ને કે જોગણી બોલે છે વીડિયો ઉતારવો હોય તો ઉતારી દો. જોકે ત્યારબાદ ભૂવાજીએ સ્પષ્ટતા પણ કરી કે રમેલમાં બેઠો હતો અને ધૂણતા-ધૂણતા બોલાઈ ગયું કે ચૈત્ર વૈશાખ મહિના સુધી ડીજે વાગશે. હું બે હાથ જોડી માફી માગું છું સમાજ જે દંડ અને ધર્મદુ આપશે તેવું કરીશ. ગેનીબેન વિશે બે શબ્દો બોલાયા હોય તો એમની માફી માગું છું.






















