Hun To Bolish : હું તો બોલીશ : ડમી સ્કૂલનું કોચિંગ ક્લાસ કનેક્શન
માત્ર કાગળ પર શાળામાં દાખલ કરી નિયમિત હાજરી ન અપાવતી ત્રણ ડમી સ્કૂલોને નોટિસ અપાઈ.. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે અમદાવાદની ત્રણ શાળાઓમાં અચાનક તપાસ કરી. ગુજરાત બોર્ડના સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન ત્રણ શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી 30 ટકાથી પણ ઓછી હોવાનું સામે આવ્યું... આ ત્રણ શાળા છે સાયન્સ સિટી વિસ્તારની એસ.એસ. ડિવાઇન સ્કૂલ..... નરોડાની ડિવાઇન સ્કૂલ અને શાળા સંચાલક મંડળના અધ્યક્ષ AK ભરવાડની નરોડા સ્થિત ગાયત્રી વિદ્યાલય..... આ ત્રણેય સ્કૂલમાં વિદ્યાર્થીઓની હાજરી 30 ટકાથી પણ ઓછી જોવા મળી... આ ત્રણેય સ્કૂલોને કારણ દર્શક નોટિસ ફટકારાઈ... બોર્ડે શાળાઓને પૂછ્યું કે તેમની માન્યતા કેમ રદ ન કરવામાં આવે.. કારણ કે દાખલ વિદ્યાર્થીઓ અને વાસ્તવિક હાજરી વચ્ચે મોટો તફાવત જોવા મળ્યો... નિયમ મુજબ વિદ્યાર્થીઓએ શાળામાં નિયમિત હાજરી આપવી જરૂરી છે, પરંતુ અનેક વિદ્યાર્થીઓ માત્ર બોર્ડની પરીક્ષા આપવા માટે જ શાળામાં નોંધાયેલા રહેતા હોવાની લાંબા સમયથી ફરિયાદો હતી. આવા વિદ્યાર્થીઓ કોચિંગ ક્લાસમાં અભ્યાસ કરે છે અને શાળામાં ભાગ્યે જ હાજર રહે છે, જેને 'ડમી કલ્ચર' તરીકે ઓળખવામાં આવે છે.... શાળાઓ આવા વિદ્યાર્થીઓ પાસેથી 40 હજારથી લઈને પોણા બે લાખ સુધીની ફી વસૂલે છે, જ્યારે વિદ્યાર્થીઓ માત્ર પ્રેક્ટિકલ અથવા જરૂરી પ્રવૃત્તિઓ માટે જ શાળામાં આવે છે... ગત વર્ષે CBSEએ પણ ગુજરાતની 14 શાળાઓની માન્યતા રદ કરી હતી, જેમાં અમદાવાદની 4 શાળાઓ સામેલ હતી... ગુજરાત બોર્ડે પણ ડમી સ્કૂલિંગ સામે સીધી કાર્યવાહી શરૂ કરી છે.






















