Hun To Bolish : હું તો બોલીશ : દારૂએ વાળ્યો દાટ ?
સુરતમાં પુત્રવધુની દારૂ પાર્ટીથી કંટાળી સસરાએ જ દારૂની મહેફિલ પર પોલીસ રેડ પડાવી. ડુમસની હોટલ વિકેન્ડ એડ્રેસના રૂમ નંબર 443માં રેડ કરી પોલીસે ફરિયાદીની પુત્રવધુ સહિત છ આરોપીને પોલીસે દારૂની મહેફિલ માણતા ઝડપી પાડ્યા. પોલીસે ઝડપ્યા ત્યારે તમામ લોકો નશાની હાલતમાં હોવાનો આરોપ છે.. તેમની પાસે દારૂનું પરમિટ માંગવામાં આવ્યું તો કોઈ પાસે હતું નહીં. એસીપી દીપ વકીલે પ્રતિક્રિયા આપી કે કન્ટ્રોલ રૂમમાં ફરિયાદીએ પુત્રવધુની દારૂ પાર્ટી અંગે ફોન કરતા પોલીસે હોટલમાં દરોડા પાડ્યા હતા. જેમાં ચાર પુરૂષ અને બે મહિલાઓની ધરપકડ કરીને નશાબંધી કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.. હોટલના 464 રૂમ પૈકી 100 રૂમ ખાનગી માલિકીના છે.. જે રૂમમાં રેડ કરવામાં આવી તે રૂમ દર્શન શાહે ભાડે લીધો હતો. દર્શન શાહે આ રૂમ બીજી વ્યક્તિને ભાડે આપ્યો હતો. જેથી જાહેરનામાના ભંગ માટેની પણ ફરિયાદ નોંધાશે. દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો તેની પણ તપાસ ચાલુ છે....




















