Hun To Bolish : હું તો બોલીશ : દવા કે ચોકસ્ટીક?
મસાલા, દૂધ, ચીઝ, પનીર, તેલ, બિયારણ, ખાતરમાં મિલાવટ બાદ હવે દવામાં પણ ભેળસેળ થતું હોવાનું આવ્યું છે સામે. અમદાવાદ, વડોદરા અને સુરતમાં થઈ રહ્યું છે નકલી દવાનું વેચાણ. બિમારીથી છૂટકારો મેળવવા લેવાતી ટેબલેટમાં ચોકનો પાવડર ભેળવવામાં આવે છે.. ગુજરાતમાં નકલી દવાઓનું વેંચાણ થતું હોવાની બાતમી મળતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં મેડિકલ એજન્સીઓ પર દરોડા પાડ્યા હતા. જ્યાંથી કુલ 17 લાખની ડુપ્લીકેટ દવાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના જણાવ્યા અનુસાર ટોરેન્ટ ફાર્માની કાયમોરલ ફોર્ટ, ગ્લેક્સો કંપનીની ઓગમેન્ટીન.. ઈપ્કા કંપનીની ઝેરોડોલ એસપી. બાયોસ્વીફ્ટ કંપનીની સીફીક્ઝેમ. પ્રીવીક્સો કંપનીની ડાયક્લો પેરા જેવી અન્ય રાજ્યમાંથી આવતી ડુપ્લીકેટ દવાઓનો જથ્થો ઝડપાયો. પ્રાથમિક દ્રષ્ટિએ આ દવાઓમાં ચોકનો પાઉડર હોવાનું જાણવા મળ્યું. નકલી દવાઓ અડધી કિંમતે અને બિલ વગર વેચવામાં આવતી હતી. અમદાવાદના બાપુનગરમાં આવેલી પારસ કેમિસ્ટમાંથી પણ નકલી દવાઓ ઝડપાઈ. આ ઉપરાંત વટવા અને અમરાઈવાડીમાંથી પણ નકલી દવાઓ મળી. 20 જેટલા દવાના નમૂનાઓ ચકાસણી માટે લેબમાં મોકલવામાં આવ્યા.





















