Hun To Bolish | હું તો બોલીશ | દેશમાં ચૂંટણીઓ એક સાથે, ફાયદો કોને? નુકસાન કોને?
પ્રધાનમંત્રી મોદીની આગેવાની હેઠળની કેબિનેટે દેશમાં વન નેશન, વન ઇલેક્શનના પ્રસ્તાવને મંજૂરી આપી....આ બિલ શિયાળુ સત્રમાં રજૂ કરવામાં આવશે...એક દેશ, એક ચૂંટણી માટે વિચારણા કરવા માટે રચાયેલી પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની સમિતિએ 14 માર્ચે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રિપોર્ટ પણ સોંપ્યો હતો....રિપોર્ટ 18 હજાર 626 પેજનો છે.....આ રિપોર્ટ સ્ટેક હોલ્ડર્સ-નિષ્ણાતો સાથે ચર્ચા કરી 191 દિવસ રિસર્ચ કર્યા બાદ રજૂ કરવામાં આવ્યો...સમિતિના 8 સભ્યોએ 7 દેશની ચૂંટણી પ્રક્રિયા પર સંશોધન કરીને રિપોર્ટ તૈયાર કર્યો છે....જેમાં કેટલાક સૂચનો પણ કર્યા છે...કે, આગામી લોકસભા ચૂંટણી એટલે કે 2029 સુધી તમામ રાજ્યોની વિધાનસભાઓનો કાર્યકાળ લંબાવવો જોઈએ....ત્રિશંકુ વિધાનસભા અને અવિશ્વાસની દરખાસ્તના કિસ્સામાં બાકીની 5 વર્ષની મુદત માટે નવી ચૂંટણીઓ યોજવામાં આવી શકે....પહેલા તબક્કામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે થઈ શકે છે...ત્યારબાદ બીજા તબક્કામાં 100 દિવસની અંદર સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી થઈ શકે છે....ચૂંટણીપંચ લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ માટે રાજ્ય ચૂંટણી સત્તાવાળાઓ સાથે પરામર્શ કરીને એક જ મતદાર યાદી અને મતદાર ઓળખ કાર્ડ તૈયાર કરશે....કોવિંદ પેનલે એકસાથે ચૂંટણી યોજવા માટે સાધનો, માનવબળ અને સુરક્ષા દળોના આગોતરા આયોજનની ભલામણ કરી છે....પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની સમિતિએ 'વન નેશન, વન ઇલેક્શન'ના મુદ્દે 62 પક્ષનો સંપર્ક કર્યો હતો....જેમાંથી પ્રતિક્રિયા આપનારા 47 રાજકીય પક્ષમાંથી 32 પક્ષે એકસાથે ચૂંટણી કરાવવાના વિચારને સમર્થન આપ્યું હતું....જ્યારે 15 પક્ષે વિરોધ કર્યો....આ રિપોર્ટ અનુસાર કુલ 15 પક્ષે જવાબ આપ્યો નથી...