(Source: ECI/ABP News/ABP Majha)
Hun To Bolish | હું તો બોલીશ | પહેલા લીલો દુકાળ, હવે રૂપિયાનો દુષ્કાળ!
રાજ્યમાં વરસાદની બદલાયેલી પેટર્ન અને ભારે વરસાદના કારણે લીલા દુકાળ જેવી સ્થિતિનું નિર્માણ થયું. અનેક જિલ્લાના ગામડાઓમાં ખેતી પાકનો સોથ વળી ગયો છે ત્યારે ભાજપના સાંસદો અને ધારાસભ્યો ખેડૂતોની વ્હારે આવ્યા છે. અમરેલી જિલ્લાના સાંસદ ભરત સુતરિયાએ મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને પત્ર લખી પાક નુકસાનીનો સર્વે તાત્કાલિક કરાવી સહાય પેકેજ જાહેર કરવા માગ કરી. સાંસદ ભરત સુતરિયાએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે, નવરાત્રીના તહેવારો દરમ્યાન સમગ્ર અમરેલી જીલ્લામાં ભારેથી અતિભારે કમોસમી વરસાદ પડેલ છે. મોટાભાગના ગામડાઓમાં ખેડુતોના કપાસ, મગફળી, સોયાબીન, તલ, કઠોળ, બાગાયતી પાકોને ભારે નુકસાન થયેલ છે. મોટાભાગના ખેડુતોના ખેતીપાકો અને બાગાયતી પાકો સાવ નિષ્ફળ ગયેલ હોવાની રજુઆતો મળી હોવાનો સાંસદ ભરત સુતરિયાનું કહેવું છે. અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભા નાયબ દંડક કૌશિક વેકરિયાએ તેમજ ધારાસભ્ય જે.વી કાકડિયાએ પણ મુખ્યમંત્રીને પત્ર લખી ખેડૂતોના હિતને ધ્યાને રાખી સત્વરે સહાય પેકેજ જાહેર કરવા માંગ કરી છે. ભાજપ નેતા હર્ષદ રિબડિયાએ પણ આ અંગે મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે.