Hun To Bolish : હું તો બોલીશ : ઈમ્પેક્ટ ફીની નેગેટિવ ઈમ્પેક્ટ
સુરતના રિંગરોડ પર આવેલ શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં લાગેલી આગ હજુ પણ બેકાબુ છે.. રહી-રહીને આગ ભભૂકી રહી છે. આ આગે અનેક વેપારીઓને બરબાદ કરી નાંખ્યા. જુઓ કોઈ રડી રહ્યા છે ચૌધાર આંસુએ. કોઈના ચહેરા પર જોવા મળી રહ્યો છે આક્રોશ. નજર સામે જ વેપારીઓની જિંદગીભરની મૂડી થઈ ગઈ છે ખાખ. અત્યાર સુધીમાં આગ બુઝાવવા માટે 40 લાખ લીટરથી વધુ પાણીનો છંટકાવ કરવામાં આવ્યો છે. પરંતુ હજુ સુધી આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવી શકાયો નથી..આગની આ ઘટનામાં પ્રશાસનની પણ કેટલીક ગંભીર બેદરકારી સામે આવી. ટેક્સટાઈલના બેઝમેન્ટમાં દુકાનો ખડકી દેવાઈ છે. તો ટેક્સટાઈલ માર્કેટની ટેરેસ પર ગેરકાયદે સેલર ઉભા કરી દેવાયા. આગના કારણે ટેરેસમાં તિરાડો પડી ગઈ છે. વાત તો એ છે કે ઈમ્પેક્ટ ફી ભરી ગેરકાયદે દુકાનોને કાયદેસર કરી નંખાઈ. હવે તો આ આગકાંડમાં મુખ્યમંત્રીએ પણ ગંભીરતાથી લીધો અને તપાસના આદેશ કરી દીધા.





















