Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?
સૌરાષ્ટ્રના ગામડાઓમાં ડીએપી ખાતરની અછત સર્જાઈ હોવાનો ખેડૂતો કહી રહ્યા છે. રાજકોટ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં ખાતરની અછતને લઈને ખેડૂતો લાંબી કતારોમાં ઉભા રહેવા મજબૂર બન્યા. શિયાળુ પાકના વાવેતર માટે ખેડૂતોને ડીએપી ખાતરની જરૂરિયાત છે.. અને એવામાં જસદણ, વિછીયા, ચોટીલા અને ગોંડલ પંથકમાં ડીએપી ખાતરની અછતથી ખેડૂતો પરેશાન બન્યા છે. અને ખાતર માટે મંડળીઓ અને તાલુકા મથકે ધક્કા ખાવા મજબૂર થયા છે. ખેડૂતોના મતે ડીએપી અને એનપીકે ખાતર ન મળતા શિયાળુ પાકનું વાવેતર મોડું થશે.
અમરેલી જિલ્લામાં ખાતરની અછત છે. બગસરા ડેપોમાં DAP ખાતરની 360 થેલી આવતા ખાતર માટે ખેડૂતોએ કતારો લગાવી. શિયાળુ પાકના વાવેતરનો સમય થઈ ગયો છે... પરંતું ખેડૂતોને નથી મળતુ પૂરતા પ્રમાણમાં ખાતર. આ વચ્ચે જ સમાચાર મળ્યા કે બગસરા ખાતરના ડેપો ખાતે 360 DAP ખાતરની બેગ આવી છે. ખેડૂતોને જાણ થતા જ મોટી સંખ્યામાં ખેડૂતોએ ખાતર માટે કતારો લગાવી. કલાકો સુધી કતારમાં રહ્યા બાદ માત્ર ખેડૂતોને બે- બે થેલી ખાતર જ મળ્યું. પૂરતા પ્રમાણમાં ખાતર ન મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી. ખેડૂતોનો દાવો છે કે 25 દિવસથી જિલ્લામાં ક્યાંય ખાતરનો જથ્થો નથી. 25 દિવસ બાદ 360 થેલી ખાતર આવ્યું..આ તરફ રાજ્યમાં ખાતરની ઘટ મુદ્દે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાતે કૃષિમંત્રીને પત્ર પાઠવી તાત્કાલિક ધોરણે પૂરતા પ્રમાણમાં ખાતરની વ્યવસ્થા કરવા માગ કરી.