Hun To Bolish : હું તો બોલીશ : કેટલી કરશો તોડબાજી?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી કરશો તોડબાજી?
થોડા દિવસ પહેલા જ હું તો બોલીશના કાર્યક્રમમાં વડોદરાના નિઝામપુરાના અતિથિગૃહના લોકાર્પણને લઈને અહેવાલ પ્રસારિત કર્યો હતો.. જેને લઈને મનપાના અધિકારીઓ અને પદાધિકારીઓની ઊંઘ ઉડી...અંતે સાંસદ, ધારાસભ્ય સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં અતિથિ ગૃહનું લોકાર્પણ કરાયું...3 કરોડ 82 લાખના ખર્ચે બનેલા અતિથિગૃહના લોકાર્પણમાં વિલંબ થઈ રહ્યો હતો..6 મહિનાથી અતિથિ ગૃહ તૈયાર હોવા છતાં તેનું લોકાર્પણ નહતું કરાતું..પરિણામે સારા પ્રસંગો પર મોંઘા પાર્ટી પ્લોટ પાછળ લોકોને લાખો રૂપિયા ખર્ચવા પડતા હતા..
અમદાવાદ પોલીસ પર ફરી લાગ્યો તોડ કરવાનો આરોપ....રામોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ખુમાણસિંહે ડાભીએ વિદેશથી આવેલા પરિવાર પાસે તોડ કર્યો....5 નવેમ્બરે વિયતનામથી પરત આવેલો એક પરિવાર અમદાવાદ એરપોર્ટથી કારમાં વડોદરા જઈ રહ્યો હતો..હેડ કોન્સ્ટેબલ ખુમાણસિંહ ડાભી સહિત ત્રણ લોકોએ ચેકિંગના નામે અદાણી સર્કલ પાસે તેમને રોક્યા...કારમાં ચાર લોકો હતા..તેમની પાસે 3 વિદેશી દારૂની બોટલ પણ હતી..જોકે, પાસપોર્ટ અને લીકર પરમિટ બતાવી હોવા છતાં પોલીસ કર્મચારીએ 14 હજાર રૂપિયા પડાવ્યા...સમગ્ર મુદ્દે ફરિયાદીએ વીડિયો બનાવી પોલીસ પર ગંભીર આરોપો લગાવ્યા...તોડકાંડના આરોપ બાદ હેડ કોન્સ્ટેબલ ખુમાણસિંહ ડાભીને સસ્પેન્ડ કરી દેવાયા....ખુમાણસિંહ ડાભી કઠલાલ તાલુકાના કાકરખાડ ગામના રહેવાસી છે..abpની અસ્મિતાની ટીમ તેમના ઘરે પહોંચી તો ઘરે કોઈ ન મળ્યું....સગા સંબંધીઓ અને પાડોશીઓએ કહી પણ કહેવાનો ઈનકાર કર્યો....
દિલ્લી કેસ 20 નવેમ્બર, 2023
વર્લ્ડ કપની ફાઈનલ મેચ જોવા માટે દિલ્લીથી આવેલા કાનવ મનચંદાણી નામના શખ્સને આપણી પોલીસનો ખરાબ અનુભવ થયો હતો.....એરપોર્ટથી ટેક્સીમાં પોતાના સાથી સાથે સવાર થઈ નીકળેલા મનચંદાણીને કેટલાક પોલીસકર્મીએ નાના ચિલોડા સર્કલ પાસે રોક્યા અને પુછપરછ કરી તો મનચંદાણીએ સામેથી જણાવ્યું કે મારી પાસે સીલપેક એવી વોડકાની બોટલ છે....ત્યારબાદ 10 જેટલા પોલીસે તેમને છોડવા માટે 2 લાખ રૂપિયાની માંગણી કરી....યુવકોના મોબાઈલ ફોન પણ છીનવી લીધા...અને તેમને હેરાન કર્યા....ત્યારબાદ તેમને ગાડીમાં બેસાડીને ફેરવવા લાગ્યા અને કહ્યું પોલીસ સ્ટેશન લઈ જઈશું....આખરે રકઝક બાદ 20 હજારમાં સેટલમેન્ટ થયું...બાદમાં પોલીસે UPIથી 20 હજાર રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા...આ મુદ્દે હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ બહાદુરસિંહ....પોલીસ કોન્સ્ટેબલ વિપુલસિંહ રામસિંહ...પોલીસ કોન્સ્ટેબલ તુષાર ભરતસિંહ...TRB જવાન જયેશ મણીચંદ્રા, નિતેશ ભટ્ટ, પ્રકાશસિંહ ઝાલા, યુવરાજસિંહ રાઠોડ, વિજય પરમાર, ગૌતમ ધનજીભાઈ, અભિષેક કુશવાહને સસ્પેન્ડ કરાયા હતા....
બોપલ કેસ 27 ઑગસ્ટ, 2023
બોપલમાં રહેતું એક દંપતી...તેમને પણ અમદાવાદ શહેર પોલીસનો કડવો અનુભવ થયો...એક વર્ષના બાળક સાથે આ દંપતી થાઈલેન્ડથી અમદાવાદ પરત ફર્યું હતું... રાત્રે એરપોર્ટથી કાર ભાડે કરીને પોતાના ઘરે જઈ રહ્યું હતું... આ સમયે વૈષ્ણોદેવી સર્કલ પાસે 3 પોલીસકર્મીએ તપાસના નામે તેમની ગાડીને રોકી... અને 2 લાખની ખંડણી માગી...એટલું જ નહીં... ફરિયાદીને ઉતારી પોલીસની ગાડીમાં બેસાડી દીધો... અને એક પોલીસકર્મી તેમની ભાડે કરેલી કારમાં બેસી ગયો...જેને લઈ ફરિયાદી પત્ની ડરી ગયા અને રડવા લાગ્યા... બાદમાં દંપતી પાસેથી 60 હજાર રૂપિયા પડાવી ભાગી ગયા..દંપતીએ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવતા તપાસ હાથ ધરાઈ અને ASI મુકેશ ચૌધરી... કૉન્સ્ટેબલ અશોક પટેલ અને TRB જવાન વિશાલ સોલંકીની ધરપકડ કરવામાં આવી હતી...
અમદાવાદમાં દંપતી સાથે પોલીસે તોડ કર્યાનો કેસમાં રાજ્ય સરકારે હાઈકોર્ટને બાંહેધરી આપી હતી કે...પોલીસ દમન કે પોલીસ સામેની ફરિયાદ માટે રાજ્ય સરકાર નવો નંબર જાહેર કરશે.. આ નંબર લોકોની જાણમાં આવે... તે રીતે તેમના સુધી પહોંચાડવામાં આવશે..ફરિયાદ પર 24 કલાકમાં કાર્યવાહી કરવામાં આવશે....એટલું જ નહીં.. આખા ગુજરાતમાં DCP સાથે 24 કલાક કાર્યરત અલગ કંટ્રોલરૂમ હશે...
2019નો કેસ
ન્યૂજર્સીથી અમદાવાદ એયરપોર્ટ આવેલા પરિવારે પોલીસ પર હેરાનગતિનો આરોપ લગાવ્યો હતો...દારૂબંધી હોવાનું કહી બે કલાક કાર અટકાવીને પરિવારને પરેશાન કર્યાં હતા....આ મુદ્દે નાગરિકો સાથે થઈ રહેલા અણછાજતા વર્તન મુદ્દે તત્કાલિન સાંસદ દેવુસિંહ ચૌહાણે તત્કાલિન ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાને પત્ર લખ્યો હતો....જેમાં તેમણે લખ્યું હતું કે, ખેડા-આણંદ જિલ્લાના અનેક પરિવારજનો વર્ષોથી વિદેશમાં વસવાટ કરે છે.....તેઓની સ્વદેશ યાત્રા દરમિયાન અમદાવાદ એરપોર્ટ આજુબાજુ ગૃહ વિભાગના કર્મચારીઓ અણછાજતું વર્તન, ભ્રષ્ટાચાર કરતા હોય તેવી અનેક ફરિયાદો આપને પણ મળી છે....હું અંગત રીતે માનું છું કે, ગૃહ વિભાગ કાયદો અને વ્યવસ્થાથી સરકારની શિસ્તબદ્ધ આબરૂ ઉભી કરી શકે છે....પરંતુ તેના બહાના હેઠળ ગુજરાત અને દેશને લાંછન લાગે તેવું કૃત્ય ઠીક નથી...યોગ્ય નિર્ણય કરી, ગેરશિસ્ત, ભ્રષ્ટાચાર આચરી ગુજરાતની આન-શાનને નુકસાન કરનારા તત્વોને કાબૂમાં રાખશો...