Hun To Bolish : હું તો બોલીશ : હોસ્પિટલ મલ્ટી કે મની સ્પેશિયાલીસ્ટ
અમદાવાદની કુખ્યાત ખ્યાતિ હોસ્પિટલ. જેણે સરકારી યોજનાનો ફાયદો ઉઠાવવા ગરીબોના હૃદય ચીરી નાખ્યા. 2 વ્યક્તિના મોત થતાં હડકંપ મચી ગયો. રોષે ભરાયેલા મૃતકના પરિવાજનો ખ્યાતિ હોસ્પિટલમાં તોડફોડ કરી. વાત એવી છે કે, ખ્યાતિ હોસ્પિટલે મહેસાણાના કડી તાલુકાના કેટલાક ગામોમાં થોડા દિવસ પૂર્વે યોજ્યા હતા કેમ્પ. આ પૈકી એક કેમ્પ મહેસાણાના કડી તાલુકાના બોરીસણા ગામે યોજ્યો હતો. અહીં ગ્રામજનોને એવું કહેવાયું કે હ્રદયરોગ સહિતની બીમારીનું ફ્રીમાં નિદાન કરી આપવામાં આવશે. ગ્રામજનોનો તો આરોપ છે કે જે વ્યકિત તંદુરસ્ત હતા તેમને પણ કહેવાયું કે તમને સારવારની જરૂર છે અને 19 વ્યકિતને બસમાં અમદાવાદની ખાનગી હોસ્પિટલ લઈ જવાયા. અમદાવાદ લવાયા બાદ જાણ વિના જ એન્જિયોગ્રાફી કરી દેવાઈ. 19 પૈકી 7 વ્યક્તિની એન્જિયોપ્લાસ્ટી કરી સ્ટેન્ટ પણ મૂકી દેવાયા. આ 7 વ્યક્તિ પૈકી 59 વર્ષીય નાગરભાઈ સેનમ અને 45 વર્ષીય મહેશભાઈ બારોટનું મોત થયું. બે વ્યક્તિના મોતથી પરિવારજનો રોષે ભરાયા અને તોડફોડ કરી. પ્રશાંત વઝીરાણી નામના ડૉક્ટરે ઓપરેશન કર્યાનો દાવો કરાયો.. આ ઘટના બાદ ખ્યાતિ હોસ્પિટલ ખાતે બાઉન્સર ગોઠવી દેવાયા. તો પોલીસ પણ દોડી આવી. બાદમાં યૂ. એન. મહેતા હોસ્પિટલમાંથી કાર્ડિયોલોજિસ્ટની ટીમ ખ્યાતિ હોસ્પિટલ પહોંચી અને દર્દીઓની કરી તપાસ. ખ્યાતિ હોસ્પિટલ એ ખ્યાતિ ગ્રુપની છે. આ ગ્રુપના ચેરમેન કાર્તિક પટેલ છે. ખ્યાતિ ગ્રુપ રિયલ એસ્ટેટ, એજ્યુકેશન, ઈન્ડસ્ટ્રીયલ પાર્ક સહિતના ઉદ્યોગ સાથે સંકળાયેલ છે.