Hun To Bolish : હું તો બોલીશ : કોનું સેટિંગ હાલ્યું અને કોનું સેટિંગ હાર્યું?
આજે કડી અને વિસાવદરની પેટાચૂંટણીનું પરિણામ જાહેર થયું. કડીમાં ભાજપની તો વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારની જીત થઈ છે. કડી વિધાનસભા બેઠક ભાજપનો ગઢ છે. રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ 4 વખત આ બેઠકના ધારાસભ્ય રહી ચુક્યા છે. ઉપરાંત 2017 અને 2022 એમ છેલ્લી બે ટર્મથી ભાજપના કરશનભાઈ પટેલ અહીં ધારાસભ્ય હતા. જો કે બીમારીને કારણે તેમનું અવસાન થતા પેટાચૂંટણી યોજાઈ. અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડા સામે ભાજપના રાજેન્દ્ર ચાવડા 38,904 મતની જંગી લીડથી જીત મેળવી છે. 21 રાઉન્ડમાં ત્રણ રાઉન્ડને બાદ કરતા તમામ રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા લીડમાં આગળ હતા. રાઉન્ડ 8, 9 અને 20માં કોંગ્રેસના ઉમેદવાર રમેશભાઈ ચાવડા આગળ રહ્યા. જો કે, 2022ની સરખામણીમાં ભાજપના ઉમેદવારની મતની ટકાવારી વધી છે...પણ મત ઘટ્યા છે. રાજેન્દ્ર ચાવડાને 99 હજાર 742 મત મળ્યા છે જેની ટકાવારી 59.39 ટકા છે. જ્યારે કરશનભાઈ સોલંકીને 1 લાખ 7 હજાર 52 મત મળ્યા હતા જેની ટકાવારી 53.45 ટકા હતી.





















