Hun To Bolish | હું તો બોલીશ | માલામાલ 'પાર્ટી'|
ચૂંટણીની આ સીઝનમાં 33 રાજકીય પક્ષો એવા નિકળ્યા કે જે સાવ અજાણ્યા છે પણ તેમને કરોડોનું દાન મળે છે. કોઈના પર બોગસ દાન માટે ઈન્કમટેક્સની રેડ પડી તો કોઈ પાર્ટીને કેન્દ્રિય ચૂંટણી આયોગે ડિલિસ્ટ કર્યા છે. કોઈના તો વળી કેન્દ્ર અને રાજય ચૂંટણી આયોગમાં સરનામા પણ અલગ અલગ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કુલ 10 હજાર બેઠકો છે. પરંતુ 33 કરોડપતિ પક્ષોમાંથી 15 પક્ષો એવા છે જેણે કુલ 154 ઉમેદવારો ચૂંટણીમાં ઉતાર્યા છે અને 18 પક્ષો એવા છે જેમણે કોઈ ઉમેદવાર જ ઉભા રાખ્યા નથી. પાંચ માલામાલ પાર્ટીઓ એવી છે. જેને એક થી છ વર્ષના ગાળામાં 3320 કરોડનું દાન મેળવ્યું છે. આ પાંચ પક્ષોએ 100 બેઠક પર ઉમેદવાર ઉભા રાખ્યા છે. સૌથી વધુ 1160 કરોડ દાન મેળવનાર ભારતીય નેશનલ જનતા દળે માત્ર 2 ઉમેદવાર તો 892 કરોડ મેળવનાર સ્વતંત્ર અભિવ્યક્તિ પક્ષે સૌથી વધુ 91 ઉમેદવાર ઉભા રાખ્યા છે. આ પક્ષો અમદાવાદ, સુરત સહિત 12 શહેરોમાં ફેલાયેલા છે. 6 મહિના પહેલા જે 4 પક્ષો પર આઇટીની રેડ પડી હતી તેમાંથી ત્રણ પક્ષે રેડ બાદ પણ 720 કરોડ દાન મળ્યાનો રિપોર્ટ ચૂંટણી પંચમાં જમા કરાવ્યો છે.15 પક્ષો એવા છે જેમણે 3 થી 5 વર્ષથી ચૂંટણી પંચમાં હિસાબ જમા કરાવ્યો નથી.






















