Hun To Bolish : હું તો બોલીશ : માનવતાની મીઠાશ
મહેસાણા જિલ્લાનું પીલુદરા ગામમાં તૈયાર થઈ રહ્યું છે, ત્રણ બહેનો અને એક એ દિકરી જેણે પિતા અને મા ગૂમાવી છે. સૌથી મોટી બહેન કિંજલ માતા-પિતાના અવસાન બાદ ધોરણ 9નો અભ્યાસ છોડવા મજબૂર થયેલી આ દીકરી કારણ કે તેને ચિંતા હતી. તેનાથી નાના ત્રણ ભાઈ બેનના જીવનનિર્વાણની વારસામાં મળેલું ઘર ખંડેર થઈ ચૂક્યું હતું. કિંજલને તેના ભાઈ બહનો સાથે કયા છત નીચે જિંદગી વિતાવવી તેની ચિંતા હતી, પરંતુ હવે આ 4 જિંદગીઓને તેમના સપનાનું ઘર મળ્યું છે. અનિતા અને તેની નાની બે બહેનો અને નાના ભાઈની કપરી જિંદગીના સમાચાર નીતિનભાઈ એટલે કે ખજૂરભાઈ પાસે પહોંચ્યા. ખજૂરભાઈએ એક સરસ મજાનું ઘર બનાવી આપ્યું. જ્યારે આ દીકરીઓએ ગૃહ પ્રવેશ કર્યો ત્યારે તેમના ચહેરા પરની ચમક જ અનોખી હતી. આ ઘરની સાથે કિંજલનું પોતાના ભાઈ બેનોને શિક્ષિત બનાવવાના સ્વપ્નનું વાવેતર પણ થયું છે.





















