(Source: ECI/ABP News/ABP Majha)
Hun To Bolish | હું તો બોલીશ | મહેસાણાનું મિલાવટી તડકો!
કડી GIDCના રાજરત્ન એસ્ટેટના હરિઓમ પ્રોડક્ટમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડ્યો. ભાડાના ગોડાઉનમાં પામ ઓઇલ અને ફોરેન ફેટ મિક્ષ કરી નકલી ઘી બનાવાતું હતું. અમદાવાદના જનકભાઈ ભાવસાર નામના વેપારીએ ગોડાઉન ભાડે રાખ્યું હતું. અહીંથી અંદાજે 1.24 કરોડનો જથ્થો સીઝ કરાયો.
ગઈકાલે મહેસાણાના વોટરપાર્ક પાસે માવો બનાવતી ખોડલ ડેરીની અંદર ફૂડ એન્ડ ડ્રગ વિભાગે તપાસ કરી. અહીંથી અલગ અલગ શંકાસ્પદ માવાના સેમ્પલ લેવાયા.
મહેસાણાના ઊંઝામાં ફરી ઝડપાયું નકલી જીરું. ગંગાપુરા ગામ પાસે આવેલી એક ફેક્ટરીમાં પોલીસે પાડ્યો દરોડો. તો પોલીસ પણ ચોંકી ઉઠી. ફેક્ટરીમાંથી વરિયાળી...ગોળ અને પાણી તો મળ્યું... સાથોસાથ મળી માટી પણ. વરિયાળી... ગોળ અને પાણી સાથે માટીનું મિશ્રણ કરી નકલી જીરું બનાવવામાં આવી રહ્યું હતું...આ ગોડાઉન મહેશ પટેલ નામના વ્યક્તિનું છે. જેમાં ભાર્ગવ પટેલ નામનો વ્યક્તિ નકલી જીરું બનાવતો હતો. પોલીસે અહીંથી 3 હજાર, 175 કિલો નકલી જીરુંનો જથ્થો જપ્ત કર્યો છે. સાથે જ વરિયાળી.. ગોળ... અને માટી પણ જપ્ત કરી છે. કુલ 81 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે...