Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?
સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં યોજાયો "યોદ્ધા પુરસ્કાર"કાર્યક્રમ. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે સંસ્કૃતિનું જતન કરનારા અલગ અલગ આઠ પ્રતિભાને પુરસ્કાર અને પ્રશંસા પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. આ અવસરે મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયાના વધુ પડતા ઉપયોગ પર ચિંતા વ્યક્ત કરી. મુખ્યમંત્રીએ કહ્યું, સોશિયલ મીડિયાના જેટલા લાભ છે, તેટલા જ ગેરલાભ પણ છે. લોકોને પણ અપીલ કરી કે સોશલ મિડીયાના દુપ્રભાવ સામે બધાએ સાથે મળીને લડવું પડશે.
દાઉદી વહોરા સમાજે સમાજના બાળકોના હિતમાં નિર્ણય લીધો કે 15 વર્ષથી નાની વયના બાળકોના મોબાઈલ ઉપયોગ પર રહેશે પ્રતિબંધ. આ નિર્ણયની અમલવારી માટે મસ્જીદોને કમિટિ બનાવવા માટે સૂચના પણ આપી દેવાઈ. ધર્મગુરુ સૈયદના આલીકદર મુફદ્દલ મૌલાના આ નિર્ણય લાગુ કરવા માટે સમાજ અને અનુયાયીઓને પ્રેરિત કરશે. દાહોદના આમીલસાહેબ શેખ અલીઅઝગર ઉજ્જૈનવાલાએ મુજબ મસ્જિદોની કમિટી અને સમાજના જુદા જુદા સંગઠન બાળકોને જાગૃત કરવાની કામગીરી કરશે. તો સમાજના અગ્રણી શહેઝાદા હુસૈનભાઈસાહેબનો એક વિડીયો પણ વાયરલ થયો. જેમાં તેમણે બાળકોની મોબાઈલના વધુ પડા ઉપયોગની કુટેવ પર દુખ વ્યક્ત કર્યું.





















