Hun To Bolish | હું તો બોલીશ | નબીરાના સીન સપાટા
રાજકોટના નવા 150 ફૂટ રિંગ રોડ પર મોંઘીદાટ કારમાં કેટલાક નબીરાઓએ જોખમી સ્ટંટ કર્યા....થાર ગાડીને ગોળ ગોળ ફેરવવાની સાથે, કાર પર કેક રાખી ફટાકડા ફોડી બર્થ ડેની ઉજવણી કરી....દિગપાલસિંહ જાડેજાના ઈન્સ્ટાગ્રામ આઈડીમાં આ રીલ પણ મૂકવામાં આવી હતી...સોશલ મીડિયામાં આ વીડિયો વાયરલ થતા પોલીસે કાર્યવાહી કરી....કારની નંબર પ્લેટના આધારે યુનિવર્સિટી પોલીસે પાંચ નબીરાની ધરપકડ કરી...તો બે કાર ડિટેઈન કરી....
અમદાવાદ શહેરમાં નબીરાઓએ બેફામ બની જાહેર રોડ પર તીક્ષ્ણ હથિયાર સાથે ડાન્સ કર્યો....અને બર્થ-ડેની ઉજવણી કરી...જાહેર રોડ પર તમાશાનો વીડિયો વાયરલ થતા વાડજ પોલીસે કાર્યવાહી કરી....જી.પી એક્ટ 135(1) મુજબ ગુનો દાખલ કરી નબીરાઓની ધરપકડ કરી છે...
ટ્રાફિકથી ધમધમતા નેશનલ હાઈ વે પાસે બાઈકર્સ ગેંગએ જોખમી સ્ટંટ કર્યા....સ્ટંટને જોવા ભીડ પણ ઉમટી...હાઈવે પર આવેલી રેસ્ટોરન્ટના પાર્કિંગમાં સ્ટંટ શોનું આયોજન કરાયું હતું....પરંતુ રેસ્ટોરન્ટની બાજુમાં આવેલા નેશનલ હાઈવેના મેઈન ટ્રેક પર બાઈકચાલકોએ સ્ટંટ કર્યા..વીડિયો વાયરલ થતા ડુંગરી પોલીસે સ્ટંટ શૉના આયોજકો અને બાઈકર્સ ગેંગના 9 સભ્યો સામે ગુનો નોંધ્યો....
મોરબીમાં GRD જવાન હરેશ સોલંકીએ પોતાના જન્મદિવસે મોંઘીદાટ કારના બોનેટ પર તલવારથી કેક કાપી રોલો પાડ્યો....એટલું જ નહીં, કેક કાપી વીડિયો સોશલ મીડિયામાં પણ વાયરલ કર્યો....આ મુદ્દે પોલીસે જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધ્યો....
નવસારીમાં રેલવે ટ્રેક પર રીલ્સ બનાવવી યુવતીને ભારે પડી..સલોની ટંડેલ નામની સોશલ મીડિયા ઈન્ફ્લુએન્સરે રેલવે ટ્રેક પર કેટલાક યુવકો સાથે બોલીવુડના ગીત પર જોખમી રીલ્સ બનાવી...અને સોશલ મીડિયામાં વાયરલ કરી....વીડિયો વાયરલ થતા રેલવે પોલીસ ફોર્સ એક્શનમાં આવી અને ગેરકાયદે લાઈન ક્રોસ કરવા અંગે ફરિયાદ નોંધવા કામગીરી શરૂ કરી..સાથે નવસારી RPFએ સલોની ટંડેલને ફોન કરી કચેરી આવવા સૂચના પણ આપી....